Western Times News

Gujarati News

ગુજરાતમાં વાઘ હોવાની ફરીવાર સાબિતી મળી

મહીસાગરમાં ફરી વાઘ દેખાયો, વીડિયો વાયરલ -આ સાથે ફરી મહીસાગરમાં વાઘ આવ્યાની ચર્ચાએ વાયુવેગે ફેલાઈ, આ વીડિયો હાલ મહીસાગર પંથકમાં વાયરલ થયો

મહીસાગર,  ગુજરાતમાં વાઘ હોવાની ફરી એકવાર સાબિતી મળી છે. મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાનો વીડિયો સામે આવ્યો છે. ખેતરમાં વાઘ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ સાથે ફરી મહીસાગરમાં વાઘ આવ્યાની ચર્ચાએ વાયુવેગે ફેલાઈ ગઈ છે. આ વીડિયો હાલ મહીસાગર પંથકમાં વાયરલ થયો છે. Gujarat: A tiger was spotted by a camera trap in Lunawada, Mahisagar on 11 February. The tiger is believed to be 7 to 8-year-old. Gujarat now has the presence of both tigers and lions.

મહીસાગરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વાઘ દેખાઈ રહ્યો છે. રાતના સમયનો આ વીડિયો છે. આ વીડિયોમાં કેટલાક લોકો વાત કરી રહ્યાં છે, આ ભાષા મહીસાગરના સ્થાનિક લોકો દ્વારા બોલાતી ભાષા છે. તેના પરથી મહીસાગર જિલ્લાનો હોવાનું અનુમાન છે. જાેકે, ઝી ૨૪ કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

વારંવાર મહીસાગર જિલ્લામાં વાઘ હોવાના સમાચાર મળે છે. તેના પુરાવા પણ સામે આવતા રહ્યાં છે. આ વર્ષની શરૂઆતમાં ખાનપુરના જેઠોલા ગામ પાસે ફરી એકવાર લોકોને વાઘ જાેવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ગત વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મહીસાગરના જંગલમાં વાઘ દેખાયો હતો. જેના બાદ વનવિભાગે તેની શોધખોળ કરી હતી. પરંતુ વનવિભાગને મૃત વાઘ હાથ લાગ્યો હતો. વન વિભાગના કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન ઝાડીઓમાં ફસાયેલ અને કોહવાયેલ હાલતમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો.

ગત વર્ષે જે વિસ્તારમાં વાઘ દેખાયો હતો તે વિસ્તારમાં વનવિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. વનવિભાગે ફોટોની તપાસ કરતા વાઘ ગઢ ગામ દેખાયા પૃષ્ટિ કરવામાં આવી હતી. વનવિભાગને વાઘના પંજાના નિશાન મળી આવ્યા હતા. જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મહત્વનું છે, કે અમદાવાદની વન વિભાગની ટીમ પણ વાઘ અંગે સર્ચ કરવા માટે પહોંચી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.