Western Times News

Gujarati News

8 વર્ષનો ઋષિ શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે છે

જામનગર,  કોરોના કાળ જેવા મહામારીના કાળને પણ આશિર્વાદ રૂપ ગણીને સમયનો સદઉપયોગ કરતા રહેલા કુટુંબો આજે ધ્યાનમાં આવે છે. આજ ના સાંપ્રત સમયમાં બાળકો જયારે મોબાઇલ અને ટીવીની દુનિયામાં વ્યસ્ત છે અને એનું અનુકરણ કરીને તે પ્રમાણે વર્તન અને વ્યવહાર કરે છે ત્યારે તેનાથી વિપરીત જામનગર નો 8 વર્ષ નો બાળક ઋષિ રેનિશભાઈ પરસાણીયા જે પંડિતોને પણ અચંબિત કરે તેમ શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે છે.

અહી ઉલેખનીય છે કે જામનગરમાં ગ્રીનસીટી માં રહેતા રેનિશભાઈ વિઠલભાઈ પરસાણીયા અને રીનાબેન રેનિશભાઈ પરસાણીયા નાં ચિ. ઋષિ એ લોકડાઉનનાં ટૂંકા સમયગાળા દરમ્યાન શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક કંઠસ્થ કરી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે.

ઋષિનાં દાદા વિઠલભાઈ પરસાણીયા પણ ઋષિને આ કૃતિ બાબતે સતત પ્રોત્સાહિત કરતાં. ઋષિના માતાપિતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલા છે, સ્વાધ્યાય કાર્યના અનેક પ્રયોગોમાનો એક પ્રયોગ એટલે બાળ સંસ્કાર કેન્દ્ર. આ કેન્દ્રમાં નિયમિત જનાર આ બાળકે પાંડુરંગ શાસ્ત્રીજી (દાદાજી) ના 100માં વર્ષે શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક કંઠસ્થ કરીને દાદાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

ઋષિ તેના માતા રીનાબેનના માર્ગદર્શનથી રોજના 8 થી 10 શ્લોક દિવસમાં 10-10 વખત વાગોળીને ટૂંકા સમયગાળામાં સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ કરી શક્યો છે, આ સાથે તેને બીજા સંસ્કૃતના શ્લોકો અને સ્તોત્રો પણ કંઠસ્થ કર્યા છે અને તેને લાંબા સમય સુધી યાદ રાખવા રટણ કરવું જરૂરી બની જાય છે તેથી ઋષિ તેને યાદ રાખવા દરરોજ સાતત્ય પૂર્વક પારાયણ કરવાનો અવિરત પ્રવાહ ચાલુ રાખ્યો છે.

ઋષિના માતાપિતા જણાવે છે કે અમારા માર્ગદર્શન હેઠળ ઋષીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એનું અમને ખૂબજ ગૌરવ છે અમને આનંદ છે કે અમારો પુત્ર આટલો તેજસ્વી અને હોનહાર છે, ઋષિ કહે છે કે મને આ શ્લોકો શીખવામાં ખૂબજ મજા આવી છે અને આના લીધે મને ભણવાનું પણ સરળ લાગે છે અને મારી યાદશક્તિ પણ ધણી વધી છે, ઋષિ કેન્દ્રીય વિધાલય નં. 2, ઇન્ફન્ટ્રી લાઈન્સ, જામનગરમાં ધોરણ 4 માં અભ્યાસ કરે છે અને ઋષિ અભ્યાસ માં પણખૂબજ તેજસ્વી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.