ગુજરાતમાં ક્યાંય જાેઈ નહીં હોય તેવી આ ગામમાં છે, આધુનિક લાઈબ્રેરી

આજના યુગના બાળકો માટે પ્રાથમિક ધોરણથી જ UPSC, GPSC ની તૈયારી કરી શકે તેવા પુસ્તકોની વ્યવસ્થા પણ કરાઈ છે.
આકરૂન્દની લાઇબ્રેરીની મુલાકાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
(તસ્વીર ઃ દિલીપ પુરોહિત, બાયડ) આકરૂન્દ ગામના પનોતા પુત્ર અને જેમને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે એવા ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આકરુન્દ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ અને ગ્રામજનોના સહયોગથી નિર્માણ પામેલ આધુનિક અને સગવડતા થી ભરપુર લાઈબ્રેરી ની મુલાકાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી હતી અને દેવેન્દ્રભાઈ ના આ પ્રયાસોને તેમને વખાણ કર્યા હતા આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી નું સન્માન કરાયું હતું .
આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ સૌ કોઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આપણા વરિષ્ઠ પત્રકાર એવા દેવેન્દ્રભાઈ પટેલના પ્રયત્નો થકી તથા સૌના સાથ અને સહકારથી આ પુસ્તકાલય ઉભી કરાઈ છે.આવા પુસ્તકાલયમાં આજના યુગના બાળકો માટે પ્રાથમિક ધોરણથી જ UPSC, GPSC ની તૈયારી કરી શકે તેવા પુસ્તકોની વ્યવસ્થા પણ કરાઈ છે.
આ સંદેશ પુસ્તકાલય રૂ.૮૦ લાખથી વધુના ખર્ચે આ પુસ્તકાલય ઉભી કરવામાં આવી છે. આ પ્રાથમિક શાળામાં ભણનાર વિદ્યાર્થીઓનાં અહોભાગ્ય કહેવાય કે તેમણે આ શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે. આ સગવડ મધ્યમ તથા ગરીબ બાળકો માટે આશીર્વાદરૂપ છે.
જેમાં પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ,સાંસદ દિપસિંહ રાઠોડ,ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત,બાયડ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પટેલ,જિલ્લા પંચાયત ના પ્રમુખ લાલસિંહ રહેવર,જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ,પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલ,નરેન્દ્રભાઈ પટેલ (પુંસરી),અરવલ્લી જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના ચેરમેન હિરેન પટેલ,આકરૂન્દ ના સરપંચ લલીતાબેન પટેલ,જીસ્ઝ્ર ના સભ્યો,દાતાઓ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.