પાવાગઢની તળેટી વિસ્તારમાં જૈનસંતો, પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વામિત્રી નદીના બંને કાંઠે બે કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ
પાવાગઢ, પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢની પહાડીઓમાંથી વિશ્વામિત્રી નદી વહેતી થઈને વડોદરા શહેર અને તાલુકામાથી પસાર થઇને સમૂદ્રમાં મળે છે.આદિયૂગની અસ્તિત્વ ધરાવતી વિશ્વામિત્રી નદીને પૂનઃ વેહતી કરવા માટે પૂર્ણ અભિગમ સાથે ‘વહો વિશ્વામિત્રી અભિયાન’ ૫ જૂન ૨૦૦૯ પર્યાવરણ દિવસથી આરંભ કરવામા આવ્યુ છે,જે અભિયાનમા યુવાનો,સિનીયર સિટીજન, પર્યાવરણવિદો, પ્રકૃતિપ્રેમીઓ જાેડાયા છે.
જે અંતર્ગત વિશ્વામિત્રી નદીના ૧૩૦ કિ.મી.ના અંતરના બન્ને કિનારે બે કરોડ જેટલા વૃક્ષો વાવી પશુ-પંખી પ્રાણી તથા માનવોને સ્વસ્થ રાખવાનો સંકલ્પ કરી પર્યાવરણને બચાવાનો નિર્ધાર કરવામા આવ્યો છે.આ વહો વિશ્વામિત્રી અભિયાન અંતર્ગત વિશ્વામિત્રી નદીના ઉદ્દગમ સ્થાન પાવાગઢમાં આવેલા જૈનમંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા પર્યાવરણપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તેમને જૈનમંદિર પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતૂ, તેમજ સીડબોલ ખૂલ્લી જમીન વિસ્તારમાં ફેકવામા આવ્યા હતા,જેમાં રહેલુ બીજ ચોમાસામાં ખીલીને સમયાતંરે વિશાળકાય વૃક્ષ આકાર લેશે. વૃક્ષારોપણમાં જૈનસંતો તેમજ વૈજ્ઞાનિક ડૉ. મુની મહેતાની ઉપસ્થિતીમાં જૈન મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતૂં.
વૈજ્ઞાનિક ડો મુનિભાઇ મહેતાએ મિડીયાને જણાવ્યુ કે‘વહો વિશ્વામિત્રી અભિયાન વિશ્વામિત્રી નદીને વહેતુ કરવાનુ એક મહા અભિયાન છે.જેમા તેની આસપાસ વૃક્ષો વાવવાનુ આયોજન છે.જેની જૈનમંદિર પાવાગઢ ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી.વધુમા વડોદરા અને ભરૂચમાં આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવશે.આનાથી આ અભિયાનને વધુ વેગ મળશે.વૃક્ષોઉપાડવા માટે નવી સીડબોલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે.
જે પ્લાન્ટેશનમા ખુબ જ ઉપયોગી થાય છે. આ પ્રસંગે હાલોલ નગરપાલિકાના પ્રમુખ વિભાક્ષીબેન દેસાઈ,આરએફઓ સંજય ભાઈ દેસાઈ,ડોક્ટર ગિરીશ ચાસ્કર, ડોક્ટર નીમાબેન ડોક્ટર જીતેન્દ્ર ગવલી,કોમ્યુનિટી સાયન્સ સેન્ટર(વડોદરા)ના દિનેશભાઈ ગાંધી સહિત પર્યાવરણપ્રેમી યુવાવર્ગ ઉપસ્થિત રહ્યો હતો.