Western Times News

Gujarati News

ટ્રાફિક પોલીસના સહયોગથી વિનામૂલ્યે માસ્કનું વિતરણ

Files Photo

પાલનપુર, કલેકટર કચેરી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપ પાટણના સંયુક્ત ઉપક્રમે અને પાલનપુર ટ્રાફિક પોલીસના સહયોગથી દિલ્હીગેટ, સિમલાગેટ, બનાસ ગોળાઈ તેમજ પાલનપુર શહેરમાં અલગ અલગ જગ્યાએ માસ્ક વિતરણ કરેલ છે.

માસ્ક વિના ફરતા લોકોને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરાયા હતા. હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે આવી ઉત્તમ પ્રવૃતિ કરવી ખૂબ જરૂરી છે. આ સંપૂર્ણ કામગીરીનું માર્ગદર્શન કલેકટર દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યમાં રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈ, જિલ્લા ડિઝાસ્ટર ઓફિસર સંજયકુમાર ચૌહાણ, દેવરામભાઈ રાવલ, વિક્રમભાઈ ઠાકોર, પસાભાઈ ધવલભાઈ જાેશી (રામ જુપડી), કાદરભાઈ શેખ તેમજ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની પાલનપુર શહેરની ટીમના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો હતો.

મચ્છરજન્ય બીમારી રોકવા જાણકારી અપાઈ ઃ ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય બીમારી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી બીમારી ન થાય તે માટે ૧પમી જૂનથી શહેરી આરોગ્ય કેન્દ્ર ર પાલનપુર તાલુકા હેલ્થ ઓફિસર અને સુપરવાઈઝર શ્રીમાળી દિનેશભાઈના આગોતરા આયોજન મુજબ વોર્ડ વાઈઝ ટીમોની ગોઠવણી કરી મચ્છરની બીમારી ન થાય તે માટે મેલેરિયા સર્વે કામગીરી પુરાનાસક કામગીરી માટે મલ્ટી પર્પસ હેલ્થ વર્કર તેમજ ફિમેલ હેલ્થ વર્કર બહેનો અને અર્બન આશાબેન જરૂરિયાત માર્ગદર્શન પુરું પાડયું તેમજ ઘરે ઘરે જઈ લોકોને મચ્છરજન્ય બીમારી ન થાય તે અંગે જાણકારી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.