Western Times News

Gujarati News

UGVCL દ્વારા અસંખ્ય ગ્રાહકોને વિજ લોડ વધારાની ડીપોઝીટ ભરવા નોટિસ

મહેસાણા, ઉત્તર ગુજરાત વિજ કંપની દ્વારા પ જિલ્લાના ગ્રાહકો પાસેથી ડીપોઝીટ પેટેની રકમમાં વપરાશ મુજબની ડીપોઝીટ વસુલવા માટે નોટિસ આપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં અસંખ્ય ગ્રાહકો પાસેથી વિજ કંપનીને અંદાજીત પ૦ કરોડથી પણ વધુ રૂપિયાની આવક થવાની સંભાવના છે.

વીજળીનો વપરાશ કરનારા ગ્રાહકોને તેમની ડીપોઝીટ બીલ પ્રમાણે બીલના નાણામાં સરેરાશ રકમ વસુલવામાં આવતા ડીપોઝીટના નામે કરોડોની આવક તંત્ર મેળવી લેશે. ઉત્તર ગુજરાત વિજ કંપનીના ગ્રાહકોએ છેલ્લા કેટલાક દિવસથી વિજ વપરાશમાં વધારો કરતાં પુરવઠાને પહોંચી વળવા માટે નવી વિજલાઈન, વિજ ટ્રાન્સફર્મર સહિત અન્ય સાધનો વધારવાની યુ.જી.વી.સી.એલ.ને ફરજ પડી છે.

અગાઉ ગ્રાહકોએ માંગેલ વિજ વપરાશની મર્યાદા કરતાં વધુ વીજળીનો વપરાશ કર્યો હોવાના કારણે હવે કંપની દ્વારા ગ્રાહકો પાસેથી વિજ લોડ વધારાની ડીપોઝીટ વસુલવા માટે નોટિસ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગ્રાહકોએ માંગણી કરેલ લોડ કરતાં વધુ વપરાશ કર્યો હોય તેવા ગ્રાહકો પાસેથી ડીપોઝીટની રકમ વસુલવાની શરૂઆત કરવામાં આવતાં પ જિલ્લામાંથી ઉત્તર ગુજરાત વિજ કંપનીને માત્ર વિજ લોડની ડીપોઝીટ પેટે કરોડો રૂપિયાની આવક થવાની છ.

ડીપોઝીટ બીલ પ્રમાણમાં વાર્ષિક બીલના નાણા પ્રમાણે સરેરાશ અઢી બીલ જેટલી રકમ ડીપોઝીટ વસુલવાનું નકકી કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કાના ર૦,૦૦૦થી વધુ ગ્રાહકોની યાદી તૈયાર કરી નોટિસો આપી ડીપોઝીટની રકમ ભરવા માટે જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.