Western Times News

Gujarati News

નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ અયાઝુદ્દીનની થઈ ધરપકડ

મુંબઈ, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પોતાના દમદાર કામ માટે પ્રખ્યાત નવાઝુદ્દીન સિદ્દીકી વધુ એક મશ્કેલીમાં છે. તેના મોટા ભાઈ અયાઝુદ્દીન સિદ્દીકીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બુઢાના પોલીસે અયાઝુદ્દીનની બનાવટીના આરોપમાં ધરપકડ કરી છે. તાજેતરના અહેવાલો અનુસાર, અયાઝુદ્દીને કથિત રીતે જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટ વતી કોન્સોલિડેશન વિભાગને નકલી આદેશ પત્ર જારી કર્યો હતો.

આ જાવેદ ઈકબાલ સાથે ચાલી રહેલા જમીન વિવાદ સાથે સંબંધિત હતું. માર્ચ ૨૦૨૪ માં, અયાઝુદ્દીન અને જાવેદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કાયદા સાથે અયાઝુદ્દીનની આ પહેલી અથડામણ નથી.

૨૦૧૮ માં, તેના પર સોશિયલ મીડિયા પર વાંધાજનક ફોટા પોસ્ટ કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અયાઝુદ્દીને પોતાનો બચાવ કરતા કહ્યું, ‘એક વ્યક્તિએ ભગવાન શિવની અપમાનજનક તસવીર પોસ્ટ કરી હતી.

મેં તેનો વિરોધ કર્યો અને લખ્યું કે આવી પોસ્ટ શેર ન કરવી જોઈએ કારણ કે તેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. તેના બદલે મારી સામે કેસ નોંધવામાં આવ્યો. નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરમાં કાયદાકીય મશ્કેલીઓ નવી નથી. નવાઝુદ્દીન ખુદ તેની પત્ની આલિયા સિદ્દીકીથી અલગ થવાને કારણે ચર્ચામાં છે.

મે ૨૦૨૦ માં, આલિયાએ નવાઝુદ્દીનને છૂટાછેડાની નોટિસ મોકલી, એક દાયકાથી વધુ સમયથી તેમના લગ્નજીવનમાં સમસ્યાઓ અને તેના ભાઈ શમાસ સામે હિંસાનો આરોપ મૂક્યો હતો. તાજેતરમાં, આલિયાએ સમાધાનની ઇચ્છા વ્યક્ત કરીને છૂટાછેડાની નોટિસ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો. નવાઝુદ્દીનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અરબાઝ ખાન અને રેજીના કસાન્ડ્રા સાથે ‘સેક્શન ૧૦૮’માં જોવા મળશે.

તેમની અન્ય ફિલ્મોમાં ‘અદભૂત’, ‘સંગીમ,’ ‘બોલે ચૂડિયાં’ અને ‘નૂરાની ચેહરે’નો સમાવેશ થાય છે. તેને ગયા વર્ષે ‘યાર કા સતાયા હુઆ હૈ’ ગીતથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીની અંગત જીંદગી પડકારોથી ભરેલી છે, જેનો પુરાવો તેના ભાઈ અયાઝુદ્દીનની તાજેતરની ધરપકડથી મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.