Western Times News

Gujarati News

હવે ભાભી નંબર ૨ તૃપ્તિ ડીમરી અલ્લુ અર્જુન સાથે લગાવશે ઠુમકા

મુંબઈ, રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ ૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સિવાય તૃપ્તિ ડિમરીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પછી તૃપ્તિ ‘ભાભી ૨’ના નામથી ફેમસ થઈ ગઈ.

તૃપ્તિને સોશિયલ મીડિયા પર ‘ભાભી ૨’નું ટેગ આપવામાં આવ્યું છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, તૃપ્તિ હવે અલ્લુ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’માં જોવા મળી શકે છે. જો એવું થાય કે તૃપ્તિ આ ફિલ્મમાં અલ્લુ સાથે ડાન્સ નંબર કરતી જોવા મળી શકે છે.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, તૃપ્તિને ‘પુષ્પા ૨’ના મેકર્સે સ્પાઈસી ડાન્સ નંબર માટે ફાઈનલ કરી છે. તૃપ્તિ આ નવા ડાન્સ નંબરમાં અલ્લુ અર્જુન સાથે સ્ટેજ પર આગ લગાવતી જોવા મળશે.

જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ‘પુષ્પા ૧ઃ ધ રાઇઝ’ ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુએ અલ્લુ સાથે વિસ્ફોટક આઇટમ નંબર ‘ઓઓ અંતવા’થી હલચલ મચાવી હતી. આ ગીત સાથે સામંથાના ડાન્સ મૂવ્સના પણ ખૂબ વખાણ થયા હતા.

હાલમાં, ‘પુષ્પા ૨’ના નિર્માતાઓએ આજે ફિલ્મ ‘અંગારોં’નું બીજું ગીત રિલીઝ કર્યું છે. આ ગીત અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના પર ફિલ્માવવામાં આવશે.

હાલમાં આ ગીતનો ટીઝર વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં રશ્મિકા મંદન્ના તેની ‘શ્રીવલ્લી’ સ્ટાઈલમાં ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી હતી.સુકુમાર દિગ્દર્શિત ‘પુષ્પા ૨’નું અંતિમ તબક્કાનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદન્ના પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષની શરૂઆતમાં, પુષ્પા ૨ ના નિર્માતાઓએ અલ્લુ અર્જુનના જન્મદિવસ પર ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું.

ટીઝરમાં, અલ્લુ અર્જુન એક અનોખા અવતારમાં સાડી પહેરીને તેના ચહેરા સાથે વાદળી અને લાલ રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો. ઉપરાંત, અલ્લુ પરંપરાગત સોના અને ફૂલોના ઘરેણાં સાથે ભારે મેક-અપમાં જોવા મળ્યો હતો. ફિલ્મ સાથે જોડાયેલી દરેક માહિતીને લઈને ચાહકોમાં ઘણી ઉત્સુકતા છે. અલ્લુ અને રશ્મિકાના ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રીલિઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.