ફેક્ટરીમાં કામ કરતી મહિલાને હેલ્પરે માર મારતા 181ની ટીમે મદદ કરી
દસ્ક્રોઈ તાલુકામાં આવેલી એક વાસણની ફેકટરીમાં કામ કરતી મહિલા સાથે ખરાબ વર્તન કરી માર માર્ટા મહિલાએ 181 હેલ્પલાઇનની મદદ લઇ નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે બે સંતાનના માતાપિતા ગુજરાન ચલાવવા દસ્ક્રોઈ તાલુકાની એક વાસણ બનવવાની ફેક્ટરીમાં નોકરી કરે છે. જેમાં પતિ રાત્રે જયારે પત્ની દિવસે ફેક્ટરીમાં જાય છે. નિત્યક્રમાનુસાર મહિલા પોતાના કામ ઉપર હતી ત્યારે અચાનક જ કંપનીનો હેલ્પર આવી પહોંચ્યો હતો અને મહિલાને અહિયાંથી ઉભી થઇ જા ને બીજે જતી રહે તેમ કહ્યું હતું. જેથી થોડું કે કામ બાકી છે તેમ કહીને મહિલા એ તમે કંપનીના મલિક હોવ તેમ કેમ વર્તન કરો છો એવું કહેતા જ હેલ્પરે સામે નહિ બોલવાનું એમ કહીને નોકરી માંથી કાઢી મુકવાની ધમકી આપી હતી.અને બીજે જતો રહ્યો હતો.
બાદમાં ફરી ત્યાં આવી પહોંચતા મહિલા ત્યાં જ હતી. તેને જોઈ અચાનક ઉશ્કેરાઈને હેલ્પરે મહિલા સાથે હાથચાલાકી કરી મારવા લાગ્યો હતો. જે જોઈને અન્ય મહિલા કર્મચારી પણ ત્યાં પહોંચીને તેને છોડાવી હતી. આ ઘટના બાદ વ્યથિત થયેલી મહિલાએ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતા ટિમ ત્યાં પહોંચી હતી અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. દરમિયાન મહિલાના કહેવાથી સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. જેમાં આખી ઘટના કેદ થઇ ગઈ હતી. આ અંગે મહિલા ટીમની મદદથી મહિલાએ હેલ્પર વિરુદ્ધ અરજી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હેલ્પરે અગાઉ પણ તેમની સાથે મારામારી કરી હતી અને કંપનીના HR ડિપાર્ટમેન્ટને જાણહોવાછતાં તેમણે કોઈ પગલાં લીધા ન હતા .