Western Times News

Gujarati News

GCCI યુગાન્ડાના વેપારી સમુદાયને ગુજરાતમાં વ્યવસાય માટે યોગ્ય ભાગીદાર શોધવામાં મદદ કરશે

યુગાન્ડાના રાજદૂત મીસ. ગ્રેસ એકેલોની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળની GCCI સાથે મિટિંગ યોજાઈ

યુગાન્ડાના ભારત ખાતેના માનનીય રાજદૂત મીસ. ગ્રેસ એકેલોની આગેવાની હેઠળના એક પ્રતિનિધિ મંડળે  જીસીસીઆઈ  (Gujarat Chamber of Commerce, Ahmedabad, Gujarat, India) સાથે મિટિંગ કરી હતી.

જેમાં પરસ્પર લાભ માટે વેપાર અને રોકાણ કેવી રીતે વધારી શકાય એ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જીસીસીઆઈના પ્રમુખ શ્રી નટુભાઇ પટેલે પ્રતિનિધિ મંડળને ખાતરી આપી કે જીસીસીઆઈ યુગાન્ડાના વેપારી સમુદાયને ગુજરાતમાં વ્યવસાય માટે યોગ્ય ભાગીદાર શોધવામાં મદદ કરશે.

GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હેમંતભાઇ શાહે જીસીસીઆઈની વિવિધ ઔદ્યોગિક અને સામાજિક પ્રવુત્તિઓ જણાવી હતી. શ્રી આર .ડી. બારહાટ, જનરલ મેનેજર, ડીઆઈસી – અમદાવાદ એ પ્રતિનિધિઓનો પરિચય આપ્યો હતો અને રાજ્યના ઔદ્યોગિક વિકાસની માહિતી આપી હતી.

રાજદૂત એમ.એસ. ગ્રેસ એકેલોએ એતિહાસિક 200 વર્ષથી વધુ જુના સંબંધોને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ યુગાન્ડાના આર્થિક વિકાસ માટે ગુજરાત રાજ્ય સાથે સહયોગની રાહ જોઈ રહ્યા છે. તેમણે યુગાન્ડામાં ભારતની સહાયથી શરૂ કરવામાં રેલ્વે અને 2 વર્ષ પહેલા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાતથી મળેલ આર્થિક વેગ ને પણ યાદ કર્યો હતો.

તેમણે કોમર્શિયલ એગ્રિકલ્ચર, હોસ્પિટાલિટી અને સર્વિસ, આઇટી, સોલાર એનર્જી, મિનરલ વગેરે જેવા ક્ષેત્રોમાં સહકાર આપવાની વાત કરી હતી.

વધુમાં આપણા સફળ એમએસએમઇ મોડેલ ઉપર કામ કરવા જણાવ્યું હતું. યુગાન્ડામાં ઉદ્યોગોના રોકાણથી સમગ્ર પૂર્વ આફ્રિકા અને યુરોપ અને યુ.એસ. માટે બજાર ખુલશે. જીસીસીઆઈની વિવિધ કમિટીઓના / ટાસ્ક ફોર્સના ચેરમેનોએ તેમનો પરિચય આપ્યો હતો

અને યુગાન્ડામાં ઉદ્યોગોના વિકાસની તકો અંગે જાણી ને પ્રભાવિત થયા હતા. જી.સી.સી.આઈ. ના ઉપપ્રમુખ શ્રી કે.આઇ.પટેલે આભારવિધિ સંપન્ન કરીને મિટિંગ પૂર્ણ કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.