Western Times News

Gujarati News

હવે તમામ સરકારી નોકરી માટે લેવાશે એક જ પરીક્ષા: કેન્દ્ર સરકાર

દરેક જીલ્લામાં એક પરીક્ષા કેન્દ્ર હશે:રાષ્ટ્રીય ભરતી એજન્સીને જવાબદારી

નવી દિલ્હી,  સરકારી નોકરીની તૈયાર કરતા યુવાનો માટે એક મહત્વની ખબર છે હવે કેન્દ્ર સરકારની નોકરીઓ માટે દેશભરમાં માત્ર એક જ ઓનલાઈન પરીક્ષા આયોજીત થશે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી ડો.જીતેન્દ્રસિંહે આપી છે. તેમણે કહ્યું કે, આવતા વર્ષથી કેન્દ્રની નોકરીઓ માટે ઉમેદવારોનો સ્ક્રીનીંગ તેમજ પસંદગી માટે કોમન એલિજીબીલીટી ટેસ્ટ (સીઈટી)નું ઓનલાઈન આયોજન કરાશે.

Dr. Jitendra Singh Launched e-Book Civil List-2021 of IAS officers prepared by #DoPT. With the personal intervention of PM Narendra Modi, a Common Eligibility Test for job aspirants to be conducted across the country with at least one Centre in each district.

ડો.સિંહે આઈએએસ અધિકારીઓની ઈ-બુક સિવીલ લીસ્ટ 2021 ના લોંચ બાદ કહ્યુ કે કોમન ટેસ્ટને પગલે ભરતીમાં પણ સરળતા થશે તો નોકરી ઈચ્છતા યુવાનો માટે આ નિર્ણય વરદાનરૂપ સાબીત થશે. ખાસ કરીને દુરના વિસ્તારોમાં યુવાનો માટે આ નિર્ણય ખુબ લાભદાયક બની રહેશે

તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી મોદીએ વ્યકિતગત રીતે આ અનોખી પહેલની શરૂઆત કરવાના હતા પરંતુ કોરોના મહામારીને કારણે તેમાં સમય લાગ્યો.

સામાન્ય પરીક્ષાનાં આયોજન માટે રાષ્ટ્રીય ભરતી એજન્સી (એનઆરએ)ની રચના કરવામાં આવી છે. એનઆરએ સરકારી ક્ષેત્રમાં નોકરી માટે ઉમેદવારોનું સ્ક્રીનીંગ અને શોર્ટલીસ્ટ કરવા માટે સીઈટી આયોજીત કરશે. જે માટે વર્તમાનમાં કર્મચારી પસંદગી આયોગ (એસએસીસી) રેલવે ભરતી બોર્ડ (આરઆરબી), તથા આઈબીપીએસનાં માધ્યમથી ભરતી કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે એનઆરઈ એક મલ્ટી એજન્સી એકમ હશે. જે સમુહ બી અને સી (નોન ટેકનીકલ) પદ માટે ઉમેદવારોનું સ્ક્રીનીંગ અને શોર્ટલીસ્ટ માટે સામાન્ય પરીક્ષા આયોજીત કરશે. તેમણે કહ્યું કે આ સુધારની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે દેશના દરેક જીલ્લાના એક પરીક્ષા કેન્દ્ર હશે જે દુરનાં વિસ્તારોમાં રહેતા ઉમેદવારો માટે લાભદાયક સાબીત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.