Western Times News

Gujarati News

ટ્રેજડી કિંગ અભિનેતા દિલીપ કુમારનું ૯૮ વર્ષની વયે નિધન

મુંબઈ: બોલિવુડના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેતા દિલીપ કુમારનું ૯૮ વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા. જણાવી દઈએ કે, છેલ્લા આઠ દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને ૩૦ જૂને હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

દિલીપ કુમારના ટિ્‌વટર હેન્ડલ પરથી તેમના પારિવારિક મિત્ર ફૈઝલ ફારુકીએ ટિ્‌વટ કરીને લખ્યું, “ભારે હૈયે અને અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા વહાલા દિલીપ સા’બ હવે આ દુનિયામાં નથી રહ્યા. થોડી મિનિટો પહેલા જ તેમનું નિધન થયું છે. આપણે ઈશ્વરના છીએ અને તેમની પાસે જ પાછા જવાનું છે.”

ભારતીય સિનેમાના વરિષ્ઠ સભ્ય દિલીપ કુમારે આજે (૭ જુલાઈ) સવારે ૭.૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબી માંદગી બાદ ખારમાં આવેલી હિંદુજા હોસ્પિટલમાં તેમનું અવસાન થયું છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.”

મુગલ-એ-આઝમના અભિનેતા દિલીપ કુમારની તબિયત છેલ્લા થોડા મહિનાઓથી નાદુરસ્ત રહેતી હતી. છેલ્લા એક મહિનામાં તેમને એકથી વધુ વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે, પરિવાર અને ફેન્સને આશા હતી કે તેમની તબિયત સુધરી જશે.

સોમવારે દિલીપ કુમારના પત્ની સાયરા બાનુએ ફેન્સને જણાવ્યું હતું કે, પીઢ અભિનેતાની તબિયત સુધરી રહી છે. સાથે જ સાયરા બાનુએ દિલીપ કુમારના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી જેથી તેઓ ઝડપથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ શકે.

સાયરા બાનુએ ટિ્‌વટ કરીને લખ્યું હતું, દિલીપ સા’બ પર ઈશ્વરની અપાર કૃપા માટે આભારી છું કારણકે તેમની તબિયત સુધરી રહી છે.
અમે હજી પણ હોસ્પિટલમાં છીએ અને તમને સૌને વિનંતી કરીએ છીએ કે પ્રાર્થના અને દુઆ કરજાે. ઈન્શાહઅલ્લાહ તેઓ જલદી સાજા થઈ જાય અને ડિસ્ચાર્જ મળે. સાયરા બાનુ ખાન.

દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું અને તેમનો જન્મ અવિભાજિત ભારતના પેશાવરમાં ૧૧ ડિસેમ્બર ૧૯૨૨માં થયો હતો. ૧૯૪૪માં ફિલ્મ જ્વાર ભાટાથી તેમણે બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ દિલીપ કુમાર બોલિવુડના પ્રથમ સુપરસ્ટાર બન્યા અને એકથી એક ચડિયાતી ફિલ્મો આપી હતી. દિલીપ કુમારને બોલિવુડના ટ્રેજડી કિંગ તરીકે ઓળખાતા હતા. દિલીપ કુમારે પોતાના કરિયરમાં શહીદ, મેલા, અંદાજ, જાેગન, બાબુલ, દાગ, દેવદાસ, આઝાદ, નયા દૌર, મધુમતી, પૈગામ, કોહિનૂર, મુગલ-એ-આઝમ, ગંગા જમુના, રામ ઔર શ્યામ, આદમી, ગોપી, ક્રાંતિ, શક્તિ, વિધાતા, કર્મા અને સૌદાગર જેવી ફિલ્મો કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.