સક્કરબાગ ઝૂમાં બાળસિંહનો દબદબો ખૂબ વધી રહ્યો છે
રાજકોટ: ગુજરાતના વન વિભાગ દ્વારા સંચાલિત જૂનાગઢમાં આવેલા સૌથી મોટું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બાળસિંહનો દબદબો વધી રહ્યો છે. સફળ બ્રીડિંગ, વૈજ્ઞાનિક પદ્ધતિનો સ્વીકારથી મેટિંગ માટે પ્રોત્સાહન અને મૂડ-બૂસ્ટિંગ ન્યૂટ્રિશનના કારણે આમ થયું છે. પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા ૧૮ મહિનામાં ૪૦ બાળસિંહનો જન્મ થયો છે. આ એક પ્રકારનો રેકોર્ડ છે કારણ કે કેપ્ટિવ બ્રીડિંગમાં જન્મેલા બાળસિંહની સરેરાશ સંખ્યા ૫થી ૭ની વચ્ચે હોય છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે, ૨૦૨૦માં ૨૬ બાળસિંહનો જન્મ થયો હતો અને આ વર્ષના જુલાઈ સુધીમાં ૧૬ બચ્ચા જન્મ્યા હતા. જેમાંથી, છનો ગયા અઠવાડિયે જન્મ થયો હતો.
વેટરિનરી સાયન્સ અને વાઈલ્ડલાઈફ ન્યૂટ્રિશનના નિષ્ણાત તેમજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર અભિષેક કુમારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો ઉપયોગ કરીને બ્રીડિંગને પ્રોત્સાહિત કરવા માટે એક પ્રયોગ શરૂ કર્યું હતું. પરંપરાગત રીતે, પ્રાણી સંગ્રહાલયમાં વર્ષોથી બ્રીડિંગ માટે સિંહ અને સિંહણી જાેડી બનાવવામાં આવતી હતી,
પરંતુ તેના મર્યાદિત પરિણામો મળ્યા હતા. જાે બંનેને સાથે રાખવામાં આવે તો સિંહણને બળજબરીથી સિંહનું વર્ચસ્વ સ્વીકારવું પડે છે. પરંતુ સફળ બ્રીડિંગમાં પરિણમતું નથી. જાે સિંહણ ગુસ્સામાં હોય તો તે સિંહને મેટિંગ માટે મંજૂરી આપતી નથી જેના કારણે બાદમાં તેને જ ઈજા પહોંચે છે. તેમના વર્તન અને મનોવિજ્ઞાનને સ્ટડી કરતાં અમે સાથી બદલી નાખતા હતા, જે તણાવપૂર્ણ લાગતું હતું’, તેમ અભિષેક કુમારે જણાવ્યું હતું.
સફળ મેટિંગ માટે, એક સિંહને જંગલમાંથી લાવવામાં આવતો હતો અને છેલ્લા બે વર્ષથી પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ તે નિરીક્ષણ કર્યું હતું કે, તેઓ એકબીજાની કંપનીમાં આરામદાયક છે કે નહીં. સિંહ-સિંહણે સારી જાેડી બનાવી લીધી હોવાની જાણ થયા બાદ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ તેને હનીમૂન કહે છે. જે ૧૫ દિવસ માટેનું હોય છે, જ્યાં તેઓ સફળતાપૂર્વક મેટિંગ કરે છે.