પિરામલ કેપિટલના સીક્યોર્ડ NCDના પબ્લિક ઇશ્યૂનો ટ્રેન્ચ 1 – ઇશ્યૂ 12 જુલાઈના રોજ ખુલશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Piramal.png)
· ટ્રેન્ચ 1 ઇશ્યૂની બેઝ ઇશ્યૂ સાઇઝ RS. 800 કરોડના ઓવરસબસ્ક્રિપ્શનને જાળવવાના વિકલ્પ સાથે RS. 200 કરોડની (“બેઝ ઇશ્યૂ સાઇઝ”), જેથી શેલ્ફ લિમિટની અંદર RS. 1,000 કરોડ સુધીની સાઇઝ (“ટ્રેન્ચ 1 ઇશ્યૂ”)
· કેર રેટિંગ્સ લિમિટેડ દ્વારા રેટિંગCARE AA (CWD) (વિકસિત સૂચિતાર્થો સાથે ક્રેડિટ વોચ અંતર્ગત) અને ઇક્રા લિમિટેડ દ્વારા ICRA AAવિથ આઉટલૂક (નેગેટિવ)
· ટ્રેન્ચ 1 ઇશ્યૂ 12 જુલાઈ, 2021ના રોજ ખુલશે અને 23 જુલાઈ, 2021ના રોજ બંધ થશે# (જેમાં વહેલાસર બંધ કરવાનો કે લંબાવવાનો વિકલ્પ સામેલ છે)
અમદાવાદ, પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, હોલસેલ અને રિટેલ ફંડિંગમાં કાર્યરત, નોન-ડિપોઝિટ ટેકિંગ હાઉસિંગ ફાઇનાન્સ કંપની પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (પીસીએચએફએલ)એ RS. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતા સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ, રીડિમેબલ, નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સની જાહેરાત કરી હતી (“સીક્યોર્ડ NCDs”). ટ્રેન્ચ 1 ઇશ્યૂ 12 જુલાઈ, 2021ના રોજ ખુલશે અને 23 જુલાઈ, 2021ના રોજ બંધ થશે (જેમાં વહેલાસર બંધ કરવાનો કે લંબાવવાનો વિકલ્પ સામેલ છે).
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Photo-Jairam-Sridharan-CEO-Piramal-Retail-Finance.jpg)
ટ્રેન્ચ 1 ઇશ્યૂની બેઝ સાઇઝ RS. 200 કરોડ છે, જેમાં RS. 800 કરોડ સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ સામેલ છે, જેથી ઇશ્યૂની કુલ સાઇઝRS. 1,000 કરોડ સુધી થાય છે (“ટ્રેન્ચ 1 ઇશ્યૂ”).NCDs બીએસઈ અને એનએસઇ (સંયુક્તપણે “સ્ટોક એક્સચેન્જીસ”) પર લિસ્ટેડ થશે, જેમાં બીએસઈ ઇશ્યૂ માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે. NCDsને કેર રેટિંગ્સ લિમિટેડ પાસેથી CARE AA(CWD) (વિકસતા સૂચિતાર્થો સાથે ક્રેડિટ વોચ હેઠળ) અને ઇક્રા લિમિટેડ દ્વારા ICRA (AA) વિથ આઉટલૂક (નેગેટિવ) રેટિંગ મળ્યું છે.
પીસીએચએફએલ એ પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (“પીઇએલ”)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જે પિરામલ ગ્રૂપની ફ્લેગશિપ કંપની છે. પીસીએચએફએલ નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી)માં નોન-ડિપોઝિટ ટેકિંગ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે.
પિરામલ ફાઇનાન્સ લિમિટેડ (પીએફએલ)ના સ્થાપના સાથે વર્ષ 2010માં શરૂ થયેલી અમારી નાણાકીય સેવાઓની અત્યાર સુધીની સફરમાં અમે કોર્પોરેટ અને વ્યક્તિગત ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા એક અગ્રણી પ્લેટફોર્મ ઊભું કર્યું છે. રિટેલ ધિરાણની દ્રષ્ટિએ અમે રિટેલ ગ્રાહકોને રિટેલ ધિરાણ ઉત્પાદનો ઉપરાંત વિવિધ હાઉસિંગ લોન ઓફર કરીએ છીએ.
અમે ફિનેટક અને અન્ય ઉપભોક્તા કેન્દ્રિત કંપનીઓ સાથે બિઝનેસ પાર્ટનરશિપ પણ કરી છે, જે અમારા મલ્ટિ-પ્રોડક્ટ ડિજિટલ ધિરાણના વિઝનને આગળ વધારવા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. અમે અમારી બિઝનેસ સ્ટ્રેટેજીને મોટી રકમની હોમ લોનને બદલીને એફોર્ડેબલ હાઉસિંગ લોનના સેગમેન્ટ તરફ વળ્યાં છીએ અને મોટી સંખ્યામાં લોકોને હાઉસિંગ લોન આપવાનું શરૂ કર્યું છે. ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં અમારો રિટેલ હાઉસિંગ પોર્ટફોલિયો નાણાકીય વર્ષ 2017-18માં RS. 1,32,618 લાખ (અમારી લોન બુકમાં 4 ટકા)થી વધીને નાણાકીય વર્ષ 2020-21માં RS. 4,43,127 લાખ (અમારી લોન બુકનો 13.7 ટકા) થયો છે.
કંપની 31 માર્ચ, 2020ના રોજ 34.89 ટકાનો સીઆરએઆર ધરાવતી હતી, જે હાઉસિંગ ફાઇનાન્સ સેગમેન્ટમાં કાર્યરત અન્ય ટિઅર 1 અને ટિઅર 2 કંપનીઓ કરતા વધારે ઊંચો હતો (સ્ત્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) અને અત્યારે નાણાકીય વર્ષ 2020-21 માટે 32.30 ટકા છે.
ઇશ્યૂના લીડ મેનેજર્સ છે – એ કે કેપિટલ સર્વિસીસ લિમિટેડ, એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, જે એમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ.
અહીં પરિભાષિત ન કરેલા મૂડીકૃત શબ્દોનો અર્થ 30 જૂન, 2021ના શેલ્ફ પ્રોસ્પેક્ટ્સ અને ટ્રેન્ચ 1 પ્રોસ્પેક્ટ્સમાં આ પ્રકારના શબ્દો જેવો અર્થ ધરાવશે.
નિયુક્ત સ્ટોક એક્સચેન્જ સાથે ચર્ચા કરીને ફાળવણી પ્રાથમિકતાના ધોરણે એટલે કે વહેલાના પહગેલાના ધોરણે થશે, જેનો આધાર સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બુકમાં દરેક અરજી અપલોડ કરવાની તારીખ રહેશે, ફાળવણીનો રેશિયો દરેક પોર્શન ટ્રેન્ચ પ્રોસ્પેક્ટ્સમાં આપેલા સંકેતને આધિન છે.