Western Times News

Gujarati News

અક્ષય કુમારનું ફિલહાલ ૨ સોંગ રીલિઝ થતા થયું હિટ

મુંબઈ: અક્ષયનું નવું સોંગ ફિલહાલ ૨ મોહબ્બત આજે રીલિઝ થયું છે. તેમાં અક્ષય અને નૂપુરની કેમિસ્ટ્રી જાેવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ સોંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ચાલો તમને જણાવી દઈએ કે મ્યુઝિક વીડિયો ફિલહાલ ૨૦૧૯માં રીલિઝ થયો હતો અને તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે, તે યુટ્યુબ પર એક બિલિય માર્ક પાર કરનારું ભારતનું પહેલા સોંગમાંથી એક બની ગયું છે. થોડા દિવસ પહેલા જ નિર્માતાઓએ પોસ્ટર જાહેર કરીને આ સોંગની સિક્વલની જાહેરાત કરી હતી. ત્યારથી જ ફેન્સ તેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. હાલમાં આ સોંગનું ટીઝર યુટ્યુબ પર નંબર ૧ ટ્રેન્ડ કરી રહ્યું છે. રીલિઝ થયાના થોડા જ કલાકોની અંદર જ આ સોંગ પણ પણ ટ્રેન્ડ થવા લાગ્યું છે અને ફેન્સ પસંદ પણ કરી રહ્યા છે.

આ સોંગનું નામ ફિલહાલ ૨ મોહબ્બત રાખવામાં આવ્યું છે. અક્ષય કુમારે થોડા સમય પહેલા ઈન્સ્ટા પર આ સોંગનો વિડીયો રીલિઝ કર્યો છે. વિડીયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું- મારો પહેલો મ્યૂઝિક વિડીયો ‘ફિલહાલ’ કંઈક નવા અને મેજેદાર અંદાજમાં શરુ થયો પરંતુ ફિલહાલ-૨ તે તમારા પ્રેમનું પરિણામ છે. અક્ષયના આ સોંગને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ચાલો તમને જણાવી દઈએ કે આ સોંગ યુટ્યુબ પર નંબર ૧ ટ્રેંડિંગ છે. સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા આ સોંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. અક્ષય કુમાર આ સોંગને કારણે હેડલાઇન્સ બનાવી રહ્યો છે. અક્ષયની પોસ્ટ પર પણ તેમના પ્રશંસકો લાઈક્સ અને કોમેન્ટ કરી પ્રેમનો વરસાદ કરી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું કે “સર તમારું ગીત ખૂબ જ અદભૂત છે” અક્ષયની આગામી ફિલ્મોમાં સૂર્યવંશી, રક્ષાબંધન, પૃથ્વીરાજ, બેલ બોટમ, રામ સેતુ અને બચ્ચન પાંડેનો સમાવેશ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.