Western Times News

Gujarati News

પંજાબમાં વિજળી સંકટનો તાકિદે ઉકેલ નહીં આવે તો ઉદ્યોગ જગતને ભારે નુકસાન થશે

ચંડીગઢ: કોરોના મહામારીના કારણે પહેલાથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ પંજાબનો ઉદ્યોગ વર્તમાનમાં પ્રદેશમાં અચાનક પેદા થયેલ વિજળીના ગંભીર સંકટને લઇ પુરી રીતે આઘાતમાં છે સ્થિતિ એ છે કે ઉદ્યોગપતિઓ એ સમજી શકતા નથી કે આ સંકટથી તે પોતાના કારોબાર અને ખુદને કેવી રીતે બચાવે.

પંજાબના ઉદ્યોગપતિઓનું કહેવું છે કે જાે કેપ્ટન સરકાર દ્વારા રાજયમાં ભારે વિદ્યુત સંકટનો હવે સમય રહેતા યોગ્ય સમાધાન નહીં કાઢવામાં આવશે નહીં તો તે દિવસો દુર નથી જયારે તેમની ફેકટરીઓ ઔદ્યોગિક એકમો એકસપોર્ટ યુનિટો વગેરેની તાળાબંધી કરવી પડે
ઉદ્યોગપતિઓનું કહેવું છે કે વિજળી સંકટનો પ્રભાવ ફગવાડા જાલંધર ગોરાયા લુધિયાણા હોશિયારપુર અમૃતસર બટાલા વગેરે દરેક તે શહેર કસ્બામાં થશે જયાં ઔદ્યોગિક એકમો કાર્યરત છે કારણ આ તમામ મામલા પરસ્પર કયાંકન કયાંક સપ્લાઇ ચેનથી જ જાેડાયેલ છે.

તેમણે કહ્યું કે તે સમજે છે કે વિજળી સંકટમાં પંજાબ સરકારની અનેક મજબુરીઓ છે પરંતુ કડવી હકીકત એ પણ છે કે જાે તે પોતાની ફેકટરીઓ વગેરેમાં પ્રોડકશન અનુસાર ઉત્પાદન કરશે નહીં તો તેમને મોટું નાણાંકીય નુકસાન થશે તેને કારણે જયાં તેમના દ્વારા સખ્ત મહેનત કરી પ્રાપ્ત કરવામાં આવેલ લાખો કરોડ રૂપિયાના એકસપોર્ટના ઓર્ડર રદ થઇ જશે

જયારે ઘરેલુ સ્તર પર પણ ભારે નુકસાન થશે જાે આમ થશે તો તેનાથી સમગ્ર રાજયમાં બંધ થનાર ઔદ્યોગિક એકમોને કારણે ખુબ મોટા પ્રમાણમાં બેરોજગારી વધશે જેના પરિણામ સ્વરૂપ અહીં પર કાર્ય કરનારા ગરીબ મજદુરો સહિત સપ્લાઇ ચેનમાં હિસ્સો બનેલ નાના અને મધ્યમ સ્તરના તમામ સહાયક યુનિટ વગેરે આર્થિક સંકટના ન ખતમ થનારા દુષ્ચચ્કમાં સફાઇ જશે

કેટલાક ઉદ્યોગપતિઓએ પંજાબ સરકારે અનેક મોટા ઔદ્યોગિક એકમોમાં વિજળીનો પ્રયોગ કરવા પર નવેસરથી કડક પ્રતિબંધને લાગુ કર્યું છે તે અસહનીય છે તેમ જણાવી કહ્યું કે પ્રદેશમાં વિજળીની વધુ ખપત કરનારા મોટી ઇડસ્ટ્રીઝને આ પ્રતિબંધોથી રાહત આપવામાં આવે જાે આમ કરાશે તો અસંખ્યા ઔદ્યોગિક યુનિટ પુરી રીતે બંધ થતા બચી જશે અને અહીં કેટલીક હદે ઉત્પાદન થતું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.