Western Times News

Gujarati News

મહારાષ્ટ્રની ૭૧ હજારથી વધુ શાળાઓમાં ઇન્ટરનેટ જ નથી

FIles Photo

મુંબઇ: કોરોના મહામારીને લઈને શાળાઓ દ્વારા ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે ત્યારે મહારાષ્ટ્રમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતી દર્શાવતો એક અહેવાલ સામે આવતા સરકારના દાવાની હવા નિકળી ગઈ છે. યૂ-ડાયસ પ્લસના એક અહેવાલ મુજબ મહારાષ્ટ્રની એક લાખ શાળામાંથી ૭૧,૦૦૦ શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા જ ઉપલબ્ધ નથી. તો હવે સવાલ એ છે કે શાળાઓએ બાળકોને ઑનલાઇન શિક્ષણ કેવી રીતે આપ્યું?

આ અહેવાલ મુજબ દેશમાં ૧૫ લાખ જેટલી શાળાઓ છે. જેમાંથી ફકત ૩,૩૫, ૮૮૨ શાળામાં જ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. મહારાષ્ટ્રની ૧,૧૦,૨૨૯ શાળાઓમાંથી ફક્ત ૩૯,૧૪૦ શાળાઓમાં જ ઇન્ટરનેટ છે. જે કુલ સંખ્યાના માત્ર ૩૫.૩૯ ટકા છે. રાજ્યની ૭૧,૨૧૪ શાળામાં ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી, સૌથી મોટી વાત એ કે ૩૧,૮૯૦ શાળામાં કૉમ્પ્યુટર જ નથી. બીજી તરફ સરકાર વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ આપવાન મોટા મોટા દાવાઓ કરી રહી છે.

દેશની દરેક શાળામાં રહેલી સુવિધાઓ બાબતે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે માહિતી એકઠી કરી યૂ-ડાયસ પ્લસ સિસ્ટમમાં અપલોડ કરાયેલા ડેટાને હાલમાં જ કેન્દ્રીય શિક્ષણપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.