રાજય માં માસ્કના નિયમોનું કડક પાલન કરવા માટે રાજ્ય પોલીસ વડાનો આદેશ
અમદાવાદ: રાજય માં જયારે હવે કોરોનાની બીજી લહેર શાંત થતી જાેવા મળી રહી છે ત્યારે ધાર્મિક સ્થાનો તેમજ પ્રવાસન સ્થાનો પર લોકોની ભીડ એકત્ર થતી જાેવા મળી રહી છે . જાે લોકો બેદરકારી દાખવશે તો કોરોનાની ત્રીજી લહેર આવવામાં વાર નહી લાગે જે અંતર્ગત પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ ઉચ્ચ અધિકારીઓને એવી તાકીદ કરી છે કે જાે જાહેર સ્થળોએ લોકો માસ્ક વિના ફરતા જાેવ મળે તો તુરંત તેમની સામે પગલાં લેવા.
પોલીસ આદેશમાં તેમણે કહ્યું છે કે જે વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તેની સામે દંડાત્મક કાર્યવાહી કરો. પોલીસ વડાએ ધાર્મિક ટ્રસ્ટના વડા તેમજ ટ્રસ્ટીઓને પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાના આદેશ આપ્યા છે. પ્રવાસન સ્થળોના સંચાલકોને પણ તેમણે ચીમકી આપી છે. રાજય માં સંભવિત ત્રીજી લહેરની અસર ઓછી કરવા પોલીસ વડાએ આ આદેશ બહાર પાડયા છે. તેમણે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના નાના મોટા શહેરોમાં પણ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
શહેરો ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. જેમાં પાવાગઢ, અંબાજી, સાંરગપુર હનુમાન, દ્વારકા, સોમનાથમાં ખુબ મોટા પ્રમાણમાં ભીડ એકત્ર થાય છે. માસ્ક નહીં પહેરનારા લોકો સામે અત્યારે કોઇ પગલાં લેવામાં આવી રહ્યાં નથી.
ડીજીપીએ તમામ જીલ્લા પોલીસ વડાઓને જીલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોએ એકત્ર થતી ભીડમાં આવતા લોકો માસ્ક પહેરે અને નિયમોનું પાલન કરે તે માટે ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરવા એસપીને સુચના આપી છે. જેમાં જે તે ધાર્મિક સ્થળોના ટસ્ટ્રીઓ અને સંચાલકો સાથે મીટીંગ કરીને ધાર્મિક યાત્રા ધામ પર આવતા લોકો નિયમોનું મહત્તમ પાલન કરે તેવું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે.