Western Times News

Gujarati News

ખેતી માટે બે ભાઈએ હળ સાથે પોતાને જાેડી દીધા

હૈદરાબાદ: કોરોના અને તેના કારણે લાગુ થયેલા લોકડાઉન અને બીજા નિયંત્રણોના કારણે લાખો લોકોએ દેશમાં નોકરીઓ ગુમાવી છે.
ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ચુકી છે.તેલંગાણાના એક પરિવાર પાસે તો કમાણીનુ કોઈ સાધન નહીં હોવાથી હવે પરિવારના બે ભાઈઓએ ખેતી કરવા માટે હળ સાથે બળદની જગ્યાએ પોતાની જાતને જાેડીને ખેતી શરુ કરી છે.

આ બંને ભાઈઓની નોકરી પહેલા લોકડાઉનના છીનવાઈ ગઈ હતી.એ પછી એક દુર્ઘટનામાં બે બળદો પણ મોતને ભેટયા હતા.કમાણી કરવા માટે માત્ર તેમની પાસે ખેતર હતુ પણ ખેતી કરવા માટે નવા બળદ ખરીદવાના પૈસા નહોતા.એ પછી નરેન્દ્ર બાબૂ અને શ્રીનિવાસ નામના આ બે ભાઈઓએ બળદની જગ્યાએ પોતાની જાતને જાેડીને ખેતી શરુ કરી છે. નરેન્દ્ર બાબૂ પાસે બીએસસી અને બીએડની ડિગ્રી છે.

તેઓ શિક્ષક રહી ચુકયા છે જ્યારે શ્રીનિવાસ પાસે એમએસડબલ્યુની ડિગ્રી છે.તેઓ હૈદ્રાબાદમાં એક સંસ્થામાં કામ કરી ચુકયા છે.નરેન્દ્ર બાબૂના લગ્ન થઈ ગયા છે અને તેમના બે બાળકો પણ છે.તેમણે કહ્યુ હતુ કે, ચાર વર્ષ પહેલા મેં ઓછી આવકના કારણે નોકરી છોડીને ગામમાં જ વસવાનો ર્નિણય લીધો હતો.બીજી તરફ નાના ભાઈ શ્રીનિવાસ પણ શહેર છોડીને ગામમાં પાછા ફરી ગયા હતા.કારણકે કોરોનાના કારણે તેઓ જ્યાં નોકરી કરતા હતા તે સંસ્થા લોકડાઉનમાં બંધ થઈ ગઈ હતી.

પરિવાર પાસે નવુ ટ્રેક્ટર કે નવા બળદ ખરીદવા માટે પૈસા નહોતા.માંડ માંડ તેમણે ૬૦૦૦૦ રુપિયા ભેગા કર્યા હતા પણ બે સારા બળદની જાેડીની કિમત ૭૫૦૦૦ રુપિયા થતી હોવાથી તેઓ બળદ ખરીદી શક્યા નહોતા. એ પછી બંને ભાઈઓએ બળદની જગ્યાએ પોતાની જાતને હળ સાથે જાેડીને ખેતી કરવાનુ નક્કી કર્યુ હતુ.તેઓ આ રીતે ખેતી કરી રહ્યા છે અને તેમનો કિસ્સો આખા દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.