Western Times News

Gujarati News

કોરોનાની ત્રીજી લહેર ૯૮ દિવસ રહેવાનું નિષ્ણાતોનું અનુમાન

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે ભારતીયોને હચમચાવી દીધા હતા, હવે ત્રીજી લહેર આવવાની સંભાવના અંગે નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. યુકેમાં ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે. ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું સંક્રમણ જાેવા મળી રહ્યું છે.

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટના સૌથી વધુ સંક્રમણનું કારણ બન્યા હતા. જેના કારણે ભારતમાં ત્રીજી લહેરની સંભાવનાનો ખતરો બનેલો છે. એક્સપર્ટનું માનવું છેકે બીજી લહેર ૧૧૦ દિવસની હતી અને હવે ત્રીજી લહેર ૯૮ દિવસની હશે. અત્યાર સુધીનું પૂર્વાનુંમાન દર્શાવે છે કે યુકેમાં તેની શરુઆત થઈ ગઈ છે અને ભારતમાં તે ઓગસ્ટના પહેલા અઠવાડિયા પછી આવી શકે છે.
કોવિડ એક્સપર્ટ ડૉ. અંશુમાન કુમાર કહે છે કે કોવિડની બીજી લહેર ૧૧૦ દિવસની હતી. મહારાષ્ટ્રમાં તેની અસર ઓછી થતી ગઈ અને દિલ્હી, યુપી, બિહાર, બંગાળમાં તેનો ગ્રાફ ઊંચો જતો ગયો. આ વાયરસ નેચરલ નથી, તે બાયોએન્જિનિયર વાયરસ છે. જેના કારણે તેનું પૂર્વાનુમાન પણ સાચી રીતે થઈ રહ્યું છે.

ડૉક્ટર કુમારે જણાવ્યું કે, યુકેમાં ત્રીજી લહેરની શરુઆતને ૧૭-૧૮ દિવસની થઈ ગયા છે. ત્યાંના દોઢ-પોણા બે મહિના પછી ભારતમાં નવી લહેર આવશે. જે ૯૮ દિવસની હશે. જે ઓગસ્ટના પહેલા અઠવાડિયાના આસપાસ આવી શકે છે. તેમણે કહ્યું કે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે નવા વેરિયન્ટ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ ફેલાયા છે.

થર્ડ વેવને લઈને એમ્સના કોવિડ એક્સપર્ટ ડૉ. નીરજ નિશ્ચલે કહ્યું કે વેવ બે બાબતો પર ર્નિભર કરે છે. એક વાયરસનું બિહેવિયર, જે આપણા હાથમાં છે. બીજુ માણસનું બિહેવિયર, જે પણ આપણા હાથમાં છે. જે રીતે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓની ભીડ દેખાઈ છે, તે વધુ ચિંતાનો વિષય છે. જેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે માણસનું બિહેવિય વાયરસને ફેલાવા, મ્યુટેડ કરવામાં અને નવા વેરિયન્ટને જીવિત રાખવામાં મદદરુપ થાય છે. જાે આવી સ્થિતિ રહી તો થર્ડ વેવ આવશે અને પહેલાથી વધારે ખતરનાક બની જશે.

ડૉ. નીરજે જણાવ્યું કે, હજુ પણ દેશમાં રોજના ૪૦,૦૦૦ નવા કેસ સામે આવે છે. આ વાયરસનું સંક્રમણ છે, જે માત્ર દિલ્હીમાં કંટ્રોલ કરવાથી કોઈ ફરક નહીં પડે. અહીં પણ રોજના ૧૦૦ કેસ સામે આવે છે. હકીકત એવી છે કે આખા દેશમાં બીજી લહેર હજુ ખતમ નથી થઈ. તેમણે ઈંગ્લેન્ડમાં ક્રિકેટર પોઝિટિવ આવવાની વાત કરીને કહ્યું કે હવે બાયો બબલમાં રહેતા લોકો સંક્રમિત થઈ રહ્યા છે તો મનાલીમાં એકઠી થયેલી ભીડમાં સંક્રમણ કઈ રીતે ફેલાતું અટકાવી શકાય? ડૉક્ટરે કહ્યું કે સરકારે વધારે સખત પગલા ભરવાની જરુર છે. એડવાન્સ બૂકિંગ સિવાય કોઈને આવવાના દેવા જાેઈએ, નંબર સીમિત રાખવા જાેઈએ, વેક્સીનેશનવાળાને જ મંજૂરી આપવી જાેઈએ.

જ્યારે ડૉ. અંશુમાન કુમારે કહ્યું કે, ત્રીજી લહેર એ વાત પર ર્નિભર કરે છે કે આવનારા એક મહિનામાં કઈ ગતિથી વેક્સીનેશન થાય છે. જાે વેક્સીનેશન સ્પીડથી કરવામાં આવ્યું તો ઘણી હદ સુધી તેને કંટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં ડૉક્ટરનું માનવું છે કે અત્યાર સુધીના અભ્યાસમાં જાેવા મળ્યું છે કે કેટલાક લોકો રસી લીધા પછી પણ સંક્રમિત થયા છે. એવામાં સંક્રમિત થતા લોકો પર ઓછી અસર થાય છે, પરંતુ તેમના સંપર્કમાં આવેલા બહારના લોકો વધુ સંક્રમિત થતા જાય છે, જેનાથી મ્યુટેશનનો પણ ખતરો છે અને નવા વેરિયન્ટ પણ બની શકે છે, જે પણ ખતરનાક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.