રાજયમાં કોરોનાની સાથે હવે માનસિક બીમારીઓએ પણ ઉચકયું માથું
અમદાવાદ: હાલ કોરોના વાયરસના લીધે ઘણા અન્ય રોગો પણ સામે આવ્યા છે. જેમાંથી એક છે માનસિક તનાવ, આ જીવલેણ વાયરસના કારણે લોકોમાં માનસિક તણાવ ખુબ જ વધી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં લોકોએ માનસિક બીમારીની ત્રણ લાખથી વધુ ગોળી ખાધી છે જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, લોકો કોરોના થવાના ભય અથવા તો કોરોના કાળમાં આર્થિક તંગી વગેરેના કારણે માનસિક બીમારીના કેસમાં ૧૫ થી ૨૫ ટકા વધારો થયો છે. જેમાં દર્દીઓ ગભરાટ, બેચેની, પરસેવો આવવો, શરીર ઠંડું પડવું, મોતનો ડર, પલ્સ વધવા, આત્મહત્યાના વિચાર આવવા જેવી ફરિયાદ કરે છે.
આપને જણાવી દઈએ કે, શહેરના મનોચિકિત્સકો પાસે રોજના ૪૦૦થી ૫૦૦ દર્દી સારવાર માટે પહોંચે છે. આ તણાવ કોરોનાની દેણ છે. દર્દીઓ ગભરાટ, બેચેની, પરસેવો આવવો, શરીર ઠંડું પડવું, મોતનો ડર, પલ્સ વધવા, આત્મહત્યાના વિચાર આવવા જેવી ફરિયાદ કરે છે. ડૉક્ટરોનું માનવું છે કે દર્દીઓ એન્જાઈટી, કોરોનાનો ફોબિયા, ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર વગેરેથી પીડાઈ રહ્યા છે. આવા દર્દીની સંખ્યા કોરોનાકાળમાં ૫૦% જેટલી વધી ગઈ છે. સુરતમાં ૬૫થી ૭૦ જેટલા મનોચિકિત્સક ડૉક્ટર છે. એક ડૉક્ટર પાસે ૮થી ૧૦ દર્દી પહોંચી રહ્યા છે. ડૉક્ટરો સારવાર માટે દર્દીને અલ્પ્રેક્સ, દુક્સેલ, નેક્સિટો, લોનાજાેબ જેવી દવા આપી રહ્યા છે.
ડૉ. મુકુલ ચોક્સી, સિનિયર મનોચિકિત્સકના જણાવ્યા અનુસાર ચારેતરફ સમસ્યાના સમાચાર સાંભળી-વાંચી લોકો માનસિક બીમાર થઇ રહ્યા છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સમસ્યાને કારણે ચિંતિત છે. રોજ અમે નવા કેસ જાેઈએ છીએ. દર્દી કહે છે કે અમે બધી તપાસ કરાવી, બધા રિપોર્ટ નોર્મલ છે છતાં આરામ નથી. એન્જાઈટી, ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર અને કોરોના ફોબિયા જેવી બીમારીથી દર્દીની સંખ્યા છેલ્લા એક વર્ષમાં ૫૦%થી વધુની થઈ છે. અત્યારે અમારી પાસે રોજ ૨૦માંથી ૧૦ દર્દી આવી સમસ્યા લઈને આવે છે. આ તમામ માનસિક રીતે બીમાર દર્દી હોય છે. – ડૉ. પ્રણવ પચ્ચીગર, મનોચિકિત્સક
કોરોનાની પહેલી લહેરમાં લૉકડાઉનને કારણે લોકો સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચ્યા નહોતા.
તેઓ સમજી શકતા નહોતા કે તેઓ માનસિક રીતે બીમાર છે, પરંતુ લૉકડાઉન ખૂલ્યું કે લોકોએ અચાનક હોસ્પિટલ જવાનું શરૂ કર્યું. પછીથી કાઉન્સેલિંગ દરમિયાન જણાયું કે તેઓ માનસિક રીતે બીમાર છે. માર્ચ ૨૦૨૧ પછી બીજી લહેર આવી. સંક્રમણ વધ્યું અને મોત થયાં. ત્યાર પછી માનસિક રીતે બીમાર પીડિતોની સંખ્યામાં અચાનક વધારો થવા પામ્યો છે.