Western Times News

Gujarati News

યુકેમાં કોરોનાનો કોહરામ, ઈન્ડોનેશિયામાં પહેલીવાર હજારથી વધુ મોત નિપજયાં

નવીદિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસએ લોકોનાં જીવન હચમચાવી દીધુ છે. આજે આ વાયરસે માનવ અસ્તિત્વ પર મોટુ સંકટ ઉભુ કરી દીધુ છે. આ વાયરસથી સૌથી વધુ અસર અમેરિકાને થઇ છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા આંકડાઓ અનુસાર, ઈન્ડોનેશિયા અને યુકેમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. આપને જણાવી દઇએ કે, ઈન્ડોનેશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાવાયરસનાં ૩૪,૩૭૯ કેસ નોંધાયા છે. આ પહેલીવાર હશે કે ઈન્ડોનેશિયામાં એક હજારથી વધુનાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ઈન્ડોનેશિયામાં ૧,૦૪૦ લોકોનાં મોત થયા છે. વળી બીજી તરફ યુકેમાં પણ કોરોનાનું તાંડવ યશાવત છે.

યુકેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨,૫૪૮ કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. યુકેમાં જાે કે મોતનો આંકડો મોટી રાહત આપી રહ્યો છે. સામે આવેલા ૩૨ હજાર કેસ છતા મોતનો આંક માત્ર ૩૩ નોંધાયો છે. જાે કે એવુ નથી કે આ આંક નાનો છે, પરંતુ જે રીતે કોરોનાવાયરસનાં કારણે લોકોનાં મોત મોટી સંખ્યામાં થયા છે તેની સરખામણીમાં આં આંક નાનો દેખાય છે. વળી જાે યુકેમાં રસીકરણની વાત કરીએ તો અહી લોકોને રસીકરરણનો ખૂબ લાભ થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ કોરોનાનાં નવા કેસ ૨૦ હજારથી વધુ નોંધાયા છે. કોરોનાવાયરસથી આજે સમગ્ર વિશ્વ રસીકરણની મદદથી લડી રહ્યો છે. ત્યારે જાેવાનુ રહેશે કે આ રસીકરણ સમગ્ર વિશ્વમાં ક્યારે પૂર્ણ થાય છે અને શું તે પછી કોઇ અન્ય વેરિઅન્ટ માનવ અસ્તિત્વને જાેખમમાં મુકી શકે છે ?

ઉલ્લેખનીય છે કે, બ્રિટેનમાં કોરોનાની ત્રીજી લહેર આવવી લગભગ નક્કી જ છે. આ વચ્ચે બ્રિટેનનાં વડાપ્રધાન બોરિસ જ્હોનસને થોડા દિવસો પહેલા એક મોટી જાહેરાત કરીને સૌ કોઇને ચોંકાવી દીધા છે. જણાવી દઇએ કે, બ્રિટેનમાં કોરોનાનાં દૈનિક કેસ ઓછા નોંધાઇ રહ્યા છે.

ત્યારે મૃત્યુદર પણ સાવ નજીવો છે. થર્ડ વેવની આશંકાઓ વચ્ચે મૃત્યુદર સાવ તળિયે બેસી ગયો છે. આ વચ્ચે બ્રિટેનનાં વડાપ્રધાને ટ્‌વીટ કરતા મોટી જાહેરાત કરી હતી. યુનાઇટેડ કિંગડમનાં નાગરિકો ટૂંક સમયમાં માસ્કથી છૂટકારો મેળવી શકે છે. કોરોના સંકટની વચ્ચે, માસ્ક અને સામાજિક અંતરને અનુસરવું જરૂરી હતું. પરંતુ હવે રસીકરણની ગતિને કારણે યુકેમાં તેનાથી છૂટકારો મેળવવાનો ર્નિણય નક્કી જ છે. બ્રિટનનાં વડા પ્રધાન બોરિસ જ્હોનસને સોમવારે આ જાહેરાત કરી હતી. બોરિસ જ્હોનસન અનુસાર, લોકોને કોરોના વાયરસથી જીવવાનું શીખવું પડશે, પરંતુ આ સાથે અમે પ્રતિબંધોને ઘટાડવાની દિશામાં પણ પગલાં લઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં બ્રિટનમાં લોકો ઘરની અંદર અથવા સાર્વજનિક સ્થળોએ માસ્ક પહેરવાથી છૂટકારો મેળવશે, જ્યારે એક મીટરનાં સામાજિક અંતર જાળવવાથી પણ તે છૂટકારો મેળવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.