ચંપકલાલનો પત્ની સાથેનો વીડિયો જાેઈને ફેન્સ ચોંક્યા

મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘરે ઘરે લોકપ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. હવે ફેન્સ તેમની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા માંગતા હોય છે. એટલું જ નહીં ફેન્સ તેમની જૂની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શોધતા રહે છે. છાશવારે આવી જ તસવીરો વાઈરલ પણ થઈ જતી હોય છે. આવામાં આજે અમે તમને શોમાં સૌના વ્હાલા અને જેઠાલાલના પિતા ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટનો એક વાયરલ વીડિયો દેખાડીશું.
ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ વીડિયોમાં પત્નીના ઈશારે કામ કરી રહ્યા છે. વીડિયોમાં પત્નીના કહેવા પર તેઓ પોતું કરી રહ્યા છે. પત્ની તેમને હાથેથી પોતું કરવાનો ગુણ શીખવાડી રહી છે. સોફા પર બેઠી બેઠી અમિતની પત્ની કૃતિ તેમને જણાવી રહી છે કે કેવી રીતે પોતું નીચોડવું અને પછી ફ્લોર પર કરવું. અમિત પણ બરાબર એવું કરી રહ્યા છે.
આમ તો આ વીડિયોને બહુ કઈ ગંભીરતાથી લેવાની જરૂર નથી કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અમિત ભટ્ટનો આ વીડિયો એ ઈની ઈન્સ્ટાગ્રામ રીલ છે. તે અને તેમના પત્ની સોશિયલ મીડિયા પર આા રીલ્સ બનાવતા રહે છે અને ફેન્સનું ખુબ મનોરંજન પણ કરે છે. પોતું કરવાનો આ વીડિયો પણ ખુબ મજેદાર છે. વીડિયોમાં કઈ પણ બોલ્યા વગર અમિત અને કૃતિ પોતાના ફેન્સને હસાવી રહ્યા છે. ફેન્સ આ બંનેનો મજેદાર વીડિયો જાેઈને ખુબ હસી રહ્યા છે.
પહેલા પણ બંનેએ અનેક ફની વીડિયો પોસ્ટ કર્યા. અનેક વીડિયોમાં કપલ સાથે તેમનો પુત્ર પણ જાેવા મળે છે. અસલ લાઈફમાં અમિત ખુબ ફન લવિંગ છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અગાઉ એફઆઈઆર શોમાં પણ જાેવા મળ્યા હતા. અત્રે જણાવવાનું કે ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ અસલ લાઈફમાં ખુબ રોમેન્ટિક છે. તેઓ તેમની ખુબસુરત પત્ની સાથે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. ફેન્સ પણ આ જાેડીને ખુબ પસંદ કરે છે. અમિત ભટ્ટ શોના શરૂઆતના દિવસોથી જ ચંપકલાલ ગડાની ભૂમિકામાં જાેવા મળી રહ્યા છે.