Western Times News

Gujarati News

ઝોમેટોનો IPO 14 જુલાઈ, 2021ના રોજ ખુલશે

ઝોમેટા લિમિટેડના ઇક્વિટી શેરદીઠ (“ઇક્વિટી શેર”) પ્રાઇસ બેન્ડ રૂ. 72થી રૂ. 76 નક્કી કરવામાં આવી

નવી દિલ્હી, ઝોમેટો લિમિટેડ (અગાઉ ઝોમેટો પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ઝોમેટો મીડિયા પ્રાઇવેટ લિમિટેડ તરીકે જાણીતી હતી) (‘ઝોમેટો’ કે ‘કંપની’)નો આઇપીઓ (“ઓફર”) 14  જુલાઈ, 2021ના રોજ ખુલશે.

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 72થી રૂ. 76 નક્કી કરવામાં આવી છે. બિડ લઘુતમ 195 ઇક્વિટી શેરના લોટમાં અને પછી 195 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

આઇપીઓમાં રૂ. 90,000 મિલિયનના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) તથા ઇન્ફો એજ (ઇન્ડિયા) લિમિટેડ (“ઇન્ફો એજ” અથવા “વિક્રેતા શેરધારકો”)ના રૂ. 3,750 મિલિયન સુધીના વેચાણ માટેની ઓફર (“વેચાણ માટેની ઓફર”, અને ફ્રેશ ઇશ્યૂ સાથે સંયુક્તપણે “ઓફર”) સામેલ છે.

આ ઓફરમાં સપ્રમાણ આધારે લાયકાત ધરાવતા કર્મચારીઓ દ્વારા ખરીદી માટે 6,500,000 ઇક્વિટી શેર અનામત રાખવામાં આવ્યાં છે અને આ પ્રકારનો હિસ્સો કંપનીની પોસ્ટ-ઓફર ઇક્વિટી શેર કેપિટલના 5 ટકા હિસ્સાથી વધારે નહીં હોય (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”).

ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018ના નિયમન 31, જેમાં  સમયેસમયે  થયેલા સુધારા (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”)સાથે સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના રુલ 19(2)(બી)ને વાંચીને (“એસસીઆરઆર”) કરવામાં આવી છે.

ઓફર સેબી આઇસીડીઆરના નિયમન 6(2)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ બાયર્સ (“ક્યુઆઇબી” અને આ પ્રકારનો પોર્શન “ક્યુઆઇબી પોર્શન”)ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,

જેમાં શરત એ છે કે, કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચાવિચારણા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો વિવેકને આધારે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”). એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો મહત્તમ એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને થયેલી ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે (એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ) પ્રાપ્ત માન્ય બિડ્સ મળવાને આધિન છે.

ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) મ્યુચ્યુઅલ ફંડ્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો એન્કર રોકાણકારો સિવાય મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબી ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ પાસેથી કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકા હિસ્સાથી ઓછી રહેશે, તો ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેરને ક્યુઆઇબીને સપ્રમાણ ફાળવણી માટે બાકીના ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

વળી, સેબી આઇસીડીઆર નિયમનોને સુસંગત રીતે ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને તથા ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે.

ઉપરાંત એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન અંતર્ગત અરજી કરનાર લાયક કર્મચારીઓને સપ્રમાણ આધારે ઇક્વિટી શેરની ફાળવણી થઈ શકે છે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે.

એન્કર રોકાણકારો સિવાય તમામ સંભવિત બિડર્સને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રોસેસનો ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમણે તેમના સંબંધિત બેંક ખાતા (યુપીઆઈ આઇડી સહિત (અહીં હવે પછી પરિભાષિત કરવામાં આવેલ છે) રિટેલ વ્યક્તિગત બિડર(ર્સ)ના કેસમાં)ની વિગત પ્રદાન કરવી પડશે, જેમાં બિડની સંબંધિત રકમ એસસીએસબી દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી.

વધારે જાણકારી મેળવવા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસનાં પાનાં નંબર 361 પર “ઓફર ઇન્ફોર્મેશન”ની શરૂઆત જુઓ. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.