Western Times News

Gujarati News

કેરળનો આ અંધ ચેસ ચેમ્પિયન હવે પોતાના આંતરીક વિઝનથી ચેસની રમત પર નિપૂણતા ધરાવે છે

રાષ્ટ્રીય સ્તરનો આ ચેસ ચેમ્પિયન ટી બાલારમને પોતાની પ્રગતિ આડે ક્યારેય પોતાની દ્રષ્ટીની ખામીને આવવા દીધી નથી
(એજન્સી) કેરળ, ગુજરાતની પેલી કહેવત છે ને કે ‘મન હોય તો માળવે જવાય’ એ ઉકંતિને ઉજાગર કરતી ઘટના કેરળમાં બનવા પામી છે. જાે વ્યક્તિ સખ્ત પરિશ્રમ કરવા અને મોટા ધ્યેય સિધ્ધ કરવા કૃતસંકલ્પિત હોય તો પછી અંધાપો હોય કે અન્ય કોઈ અવરોધ હોય તેમની આડે આવતા નથી એવું રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયન ટી બાલારામનને તેમના પિતા કે વી મેનન અને માતા શાંતાકુમારી દ્વારા ચેસની રમતો પરિચય આપવામાં આવ્યો હતો.૧૦ વર્ષની ઉંમર સુધી હું આંશિક રીતે અંધ હતો. પરંતુ જ્યારે મારી આંખમાં બોલ વાગતા મેં સંપૂર્ણપણે દ્રષ્ટી ગુમાવી દીધી હતી. હું મારા મિત્રો સાથે ચેસ રમતો હતો. હું કોઈ આઉટ ડોર ગેમ રમી શકતો નહોતો. તેથી મારા માતા-પિતાએ મને ચેસ રમવામાં મદદ કરી હતી ત્યારથી જ ચેસ માટે બાલારામનની અભિઋચિ અનેકગણી વધી ગઈ છે.

બાલારમન ર૦૦ર અને ર૦૦૮ દરમ્યાન રાજ્યમાં ચેમ્પિયન હતા. સાઉથ ઝોન ચેમ્પિયનશીપમાં તેનો વિજય થયો હતો. બાલરમન રાષ્ટ્રીય અને એશિયન ચેસ ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો હતો. એ સંભવતઃ કેરળમાંથી પ્રથમ બ્લાઇન્ડ ચેસ ચેમ્પીયન છે. જ્યોર્તિર્ગમ્ય ફાઉન્ડેશન ખાતે તે હવે અંધજનો માટે ચેસની ગેમ શીખવે છે. અત્યારે કુલ ૭ વિદ્યાર્થીઓ છે કે જેમને જ્યોતિર્ગમ્ય ખાતે ચેસની તાલીમ આપવામાં આવે છે. બાલારમન વધુમાં જણાવે છે કે હું વિદ્યાર્થીઓને અઠવાડીયામાં બે વખત ચેસના ક્લાસ લઉં છુ. હું તેમને ચેસના નિયમો અને પ્રયુક્તિઓ પણ શિખવાડું છું એવું બાલારમને જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.