આઠ સંયુક્ત સચિવોને અધિક સચિવ તરીકે બઢતી અપાઈ
ગાંધીનગર: રાજ્યમાં ૮ સંયુક્ત સચિવોને અધિક સચિવ તરીકે પ્રમોશન મળ્યું છે, રાજ્યના ૮ સંયુક્ત સચિવની બઢતી અપાઈ છે જે અધિકારીઓને બઢતી આપવામાં આવી છે તેમાં સીએમ કાર્યાલયના બે અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે.
સીએમ કાર્યાલયના બે સહિત કુલ આઠ જેટલા સંયુક્ત સચિવોને રાજ્યમાં અધિક સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
જે અધિકારીઓને પ્રમોશન મળ્યું છે તેમાં નર્મદા, પાણી પુરવઠાના સંયુક્ત સચિવ વી.ટી મંડોરા, આરોગ્ય પરિવાર કલ્યાણના સંયુક્ત સચિવ કુરેશીનો સમાવેશ થાય છે. તો આદિજાતિ વિકાસના સંયુક્ત સચિવ વાય.બી. પટેલને પણ પ્રમોશન અપાયું છે.
મહત્વવું છે કે સીએમ કાર્યાલયના અધિક અંગત સચિવ ડી.આર પટેલ સહિત સંયુક્ત સચિવ ડી.આર.ત્રિવેદીને પણ બઢતી આપવામાં આવી છે. આ સાથે જ પંચાયત ગ્રામ અને ગ્રામ વિકાસના સંયુક્ત સચિવ દ્રિવેદીને પણ બઢતી અપાઈ છે, આ તરફ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ બી.એન અરોડાને પણ બઢતી આપી તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે.