અમેરિકાનું અલાસ્કા ૫.૧ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યું

વોશિંગ્ટન, અલાસ્કામાં એટુ સ્ટેશનની પશ્ચિમમાં ૨૮૫ કિલોમીટર પશ્ચિમમાં ભૂકંપ આવ્યો (યુએસ અલાસ્કા ટુડેમાં ભૂકંપ). યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિમી નીચે જણાવાયું છે. જાેકે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા પણ આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. અલાસ્કા ધરતીકંપ કેન્દ્ર મુજબ ગુરુવારે ક્લુકવાન અને હેઇન્સના ભાગોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપ, જેની તીવ્રતા ૪.૪ હતું, ક્લુકવાનથી લગભગ ૨૦ માઇલ દક્ષિણમાં, હેઇન્સથી ૨૯ માઇલ પશ્ચિમમાં અને જુનોથી ૮૯ માઇલ પશ્ચિમ દિશામાં હતું. બપોરે ૧૨.૪૦ ની આસપાસ ભૂકંપ આવ્યો હતો.
આ મામલે, સિસ્મોલોજિસ્ટ નતાલિયા રૂપર્ટે જણાવ્યું હતું કે ભૂકંપ પછી પણ પૃથ્વી અનેક વખત હચમચી ઉઠી છે. તેમણે કહ્યું હતું કે આવનારા દિવસોમાં આવા આંચકા અનુભવાશે. હેન્સના મેયર ડગ્લાસ ઓલેર્યુડનું કહેવું છે કે તેમને કોઈ નુકસાન વિશે કોઈ માહિતી મળી નથી. ઓલેરુડે કહ્યું, “લંચના સમય બાદ ખૂબ જ ઓછી તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.” જ્યારે રાષ્ટ્રીય સુનામી સેન્ટરએ કહ્યું કે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
શનિવારે ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા ૬.૧ માપવામાં આવી હતી. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી અને કોઈ નુકસાન થયું નથી. ઇન્ડોનેશિયામાં ભૂકંપ વારંવાર જાેવા મળે છે.
કારણ કે આ દેશ ‘રીંગ ઓફ ફાયર’ પર છે. જેના કારણે અહીં ભૂકંપ સંબંધિત અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. આવી જ સ્થિતિ જાપાનમાં પણ છે. જ્યાં થોડા દિવસો પહેલા ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે.