Western Times News

Gujarati News

ભિલોડા તાલુકામાં અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે મેઘરાજાનું આગમન

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) ભિલોડા, ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો વર્તાતા ઉનાળાની સિઝન દરમ્યાન ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા વરસાદી સિસ્ટમ ખોરવાઈ છે.

ચોમાસાની સિઝન દરમ્યાન વરસાદ ખેંચાતા ખેડુતોના જીવ અધ્ધર થઈ રહ્યા હતા.ભિલોડા તાલુકામાં ગત રાત્રે વરસાદ વરસતાં મુરઝાતા કપાસ, મગફળી, મકાઈ,તુવેર, સોયાબીન સહિત ખેતીના વિવિધ પ્રકારના પાકોને જીવતદાન મળ્યું ત્યારે ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. ખેડુતો અને શ્રમજીવીઓ ખેતીના કામકાજમાં પરોવાયા હતા.અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે ગત રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું.

અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો ત્યારે પ્રજાજનો પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા હતા પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝનના પ્રારંભીક તબક્કે જ વીજ પુરવઠો સામાન્ય વરસાદ દરમ્યાન ખોરવાતા પ્રજાજનોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો.

યુ.જી.વી.સી.એલ.ના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં પોઢ્યા હતા. અસહ્ય બાફ અને ઉકળાટભર્યા માહોલ વચ્ચે અષાઢ માસ દરમ્યાન મેહુલીયો મન મુકીને વરસી જશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.મેહુલીયો મન મુકીને વરસે તે માટે પ્રજાજનો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.