Western Times News

Gujarati News

હોમગાર્ડ જવાનોએ દારૂ પકડયા બાદ પોલીસ વિભાગે તમામ પોઈન્ટો બંધ કર્યા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) સંજેલી, સંજેલી બાયપાસ પ્રતાપરા મુખ્ય રોડ પર રાત્રી ફરજ દરમ્યાન હોમગાર્ડ જવાનોએ દારૂ પકડયા બાદ પોલીસનું આબરૂ ના ધજાગરા ઉડતા તમામ પોઈન્ટો બંધ કર્યા જેથી બૂટલેગરોને મોકળું મેદાન મળ્યું. ચોરી લૂંટફાટ અને દારુની હેરાફેરી નો સ્થાનિક લોકોમાં ભય.રોલકોલ દરમિયાન તાલુકા ઓફીસર કમાન્ડીગ સહિત દારૂની ગાડી પકડનાર સહિત છ જવાનોને પીએસઆઈ ધમકી આપી તગેડી મૂક્યા.

સંજેલી તાલુકામાં વર્ષોથી હોમગાર્ડ જવાનો બાયપાસ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમ્યાન ૯૬ જેટલા જવાનો બત્રીસ પોઈન્ટ પર ફરજ બજાવે છે.મહામારીના સમયમાં પણ આ જવાનોએ દિવસ રાત પોલીસ જવાનો સાથે ખડેપગે ઊભા રહ્યાં હતાં

જેથી ચોરી જેવા બનાવો નહીવત પ્રમાણમાં જાેવા મળે છે પરંતુ બાયપાસ રોડ પર રાત્રિ દરમ્યાન દારૂ ભરેલા વાહનોની અવરજવર વધતાં બુટલેગરો બેફામ બન્યાં હતાં પંદર દિવસ અગાઉ સંજેલી બાયપાસ રોડ પર પોઈન્ટોના હોમગાર્ડ જવાનો દ્વારા ૨૧મીને સોમવારના રાત્રિ દરમ્યાન પ્રતાપપુરા પાસેથી વગર નંબરની દારૂ ભરેલી સુમો ગાડી સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યાં હતાં અને પોલીસને હવાલે કર્યાં હતાં જેથી પોલીસના આબરૂ ના ધજાગરા ઉડયાં હતાં

તાલુકા માં ચારેકોર હોમગાર્ડ જવાનને કામગીરી ની વાહ વાહ થવા લાગી હતી પરંતુ પોલીસ તંત્ર દ્વારા હોમગાર્ડ જવાનની કામગીરીને શાબાશીને આપવાને બદલે ॅજૈ એ સત્તાની નશામાં ડૂબી હોમગાર્ડ જવાનનું નાક દબાવવા બાયપાસ રોડ સહીત ચમારીયા અને બીજેપી ના પૂર્વ પાર્ટી પ્રમુખના સહિત ના પોઈન્ટો બંધ કરી ૧૦૦ જેટલા જવાન માંથી માત્ર ૩૬ જેટલા જવાનોને જ બોલાવવામાં આવે છે જેથી બૂટલેગરોને મોકળું મેદાન આપી દીધું છે.

સંજેલી બાયપાસ રોડ પર જિલ્લા હોમગાર્ડ કમાન્ડિનગ ની માધ્યમિક શાળા સહિત ત્રણ માધ્યમિક શાળાઓ ત્રણ પેટ્રોલ પંપ સરપંચનું અને ન્યાય સમિતિ ચેરમેનના નિવાસસ્થાન ં નુ ભાડાનું મકાન સહીત રહેણાંક વિસ્તારો આવેલા છે તેમ છતાં પણ પીએસઆઈએ પોતાની સત્તાના નશામાં ડૂબી હોમગાર્ડ જવાનોના પોઈન્ટો બંધ કરતાં પીએસઆઈની કામગીરી સામે ચર્ચાનો વિષય બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.