Western Times News

Gujarati News

શહેનાઝે હોલિવૂડ સિંગરની જેમ ઈંગ્લીશ સોંગ ગાયું

મુંબઈ: શહેનાઝ ગીલ ઈંગ્લીશમાં કેટલી એક્સપર્ટ છે એ તો ત્યારે જ ખબર પડી ગઈ હતી કે જ્યારે તે પહેલીવાર બિગ બોસ-૧૩માં નજરે પડી. તેના અધકચરા અંગ્રેજીએ લોકોનું દિલ જીતી લીધું હતું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે શહેનાઝ ગીલ હવે અંગ્રેજી ભાષામાં એક્સપર્ટ થઈ ચૂકી છે. તે મોટા ભાગે ઈંગ્લીશ સોંગ પર પોતાનો ડાન્સ વીડિયો શેર કરતા જાેવા મળે છે.

ત્યારે શહેનાઝ ગીલનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક ઈંગ્લીશ સોંગ અટક્યા વગર ગાતા નજરે પડી રહી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે શહેનાઝ ગીલ ખૂબ જ ક્યૂટ અંદાજમાં એક ઈંગ્લીશ સોંગ ગાઈ રહી છે. ઈંગ્લીશ સોંગની સાથે તે ઈંગ્લીશ રેપ કરતા પણ નજરે પડી રહી છે. શહેનાઝ ગીલના આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ ૬ લાખથી પણ વધુ લોકો જાેઈ ચૂક્યાં છે અને હજારોની સંખ્યામાં લોકો કમેન્ટ પણ કરી રહ્યાં છે.

એક યૂઝરે તો વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે, મને પણ ઊંઘતા પહેલાં તમને જાેવાની ક્રેવિંગ થઈ રહી છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, તમે ખૂબ જ સારા છો અને મેકઅપ વગર તો વધુ સુંદર લાગી રહ્યાં છો. આકાશમાં તારાની જેમ ચમકતા રહો. શહેનાઝ ગીલે બિગ બોસ-૧૩માં આવતા જ પોતાના અલગ જ અંદાજથી દર્શકોનું દિલ જીતી લીધુ હતું. બિગ બોસથી શહેનાઝ ગીલ એટલી પ્રખ્યાત બની કે આજે આખા દેશના દર્શકો પર તે રાજ કરી રહી છે. સોશિયલ મીડિયા પર પણ શહેનાઝ ગીલના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે. શહેનાઝને ઈન્સ્ટાગ્રામ પર ૭.૮ મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.