Western Times News

Gujarati News

ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનું ટીઝર રીલીઝ થયું

મુંબઈ: બોલિવૂડ એક્ટર અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનું ટીઝર આવી ગયું છે. આ ટીઝરમાં વૉર સીન જાેવા મળી રહ્યા છે. સાથે-સાથે અજય દેવગનના દમદાર ડાયલોગ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. અજય દેવગને રવિવારે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’નું ટીઝર શેર કર્યું છે.

૩૨ સેકન્ડના આ ટીઝરમાં યુદ્ધની ઝલક જાેવા મળી રહી છે. ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’નું ટીઝર શેર કરતા અજય દેવગને લખ્યું કે અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ. આ ફિલ્મનું ટ્રેલર ૧૨ જુલાઈએ રિલીઝ થશે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ આધારિત ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં અજય દેવગન આઈએએફ સ્કવોડ્રન લીડર વિજય કાર્ણિકના પાત્રમાં જાેવા મળશે.

જેમણે ભુજમાં એરબેઝ તૈયાર કર્યું હતું. ડિરેક્ટર અભિષેક દુધિયાની આ ફિલ્મ ૧૩ ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં અજય દેવગન સિવાય સંજય દત્ત, શરદ કેલકર, સોનાક્ષી સિંહા વગેરે કલાકારો જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.