Western Times News

Gujarati News

કર્ફ્યુમાં પોલીસે પોલિસના વાહનોમાં પ્રવાસીઓને અન્ય સ્થાને લઈ જવામાં મદદ કરી

કરફ્યું હોવાથી મુસાફરો અટવાયા, પોલીસની માનવતા મહેકી ઉઠી

અમદાવાદ, આજે અષાઢી બીજના નિમિત્તે શહેરમાં શરતોને આધીન રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા દરમિયાન જાહેરનામું બહાર પાડીને કરફ્યું લાદવામાં આવ્યો હતો. કરફ્યું દરમિયાન બહાર ગામ જવા નિકળેલા અને બહારથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કાલુપુર સ્ટેશનથી પહોંચવા માટે તેમને સામાન ઉપાડીને ચાલતા પહોંચવાનો વારો આવ્યો હતો.

જાે કે કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની અવર જવર ચાલુ રહી હતી પરંતુ રથયાત્રાના કારણે કરફ્યું હોવાથી વાહન વ્યવહાર બંધ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવોય હતો. ત્યારે પોલીસ અમદાવાદ પોલીસે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. રથયાત્રાના રૂટ પર નિકળેલા રાહદારીઓને વારે અમદાવાદ પોલીસ આવી હતી.

સ્થાનિક પોલીસે પોલીસનાં વાહનોમાં પ્રવાસીઓને અન્ય સ્થાને લઈ જવામાં મદદ કરી, જેને કારણે અટવાયેલા મુસાફરોમાં આનંદ જાેવા મળ્યો અને તેમણે ખુશી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ ગઇ છે. અત્યારે રથયાત્રા નિજમંદિરે પરત ફરી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથ સઘન પોલીસ-બંદોબસ્ત વચ્ચે નગરચર્યાએ નિકળ્યા હતા.

રથયાત્રા સંપન્ન થયા બાદ શહેરના પોલીસ કમિશ્નરે નાગરિકોનો આભાર માન્ય હતો અને જણાવ્યું હતું કે નાગરિકોએ શાંતિપૂર્ણ રીતે કાયદાનું પાલન કર્યું છે. નાગરિકોએ સહયોગ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.