Western Times News

Gujarati News

બોપલમાં રૂા.એક કરોડના ખર્ચથી ડ્રેનેજ લાઈનોની સફાઈ થશે

File

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ચૂંટણી અગાઉ સમાવિષ્ટ બોપલ વિસ્તારના નાગરીકો માળખાકીય સુવિધાથી વંચિત છે. ઔડા દ્વારા આ વિસ્તારમાં વો.ડી. સ્ટેશન બનાવવામાં આવ્યા છે પરંતુ હજી પૂર્ણ સપ્લાય શરૂ થયો નથી તેવી જ રીતે રોડ, રસ્તા, બગીચા, સ્ટ્રીટ લાઈટ જેવી સવલત માટે આ વિસ્તારના રહીશો ફરીયાદ કરી રહયા છે.

બોપલ જેવા પોશ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા ગંભીર બની રહી છે. ઔડા દ્વારા જે તે સમયે નાંખવામાં આવેલી લાઈનો પ્રમાણમાં નાની છે તથા જરૂરીયાત મુજબ મેઈન્ટેન્સ થયા નથી જેના પરીણામે સ્ટલીંગ સીટી સહીત બોપલના અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી રોડ પર વહેતા જાેવા મળે છે.

મ્યુનિ. કોર્પોરેશનમાં ભેળવાયા બાદ સદ્‌ર સમસ્યાના નિરાકરણ માટે પ્રથમ વખત ધ્યાન આપવામાં આવી રહયુ છે તેમજ સ્ટર્લીંગ સીટી, મેઈન રોડ, સુદર્શન ટાવરથી કેનરા બેંક સુધી રૂા.એક કરોડના ખર્ચથી લાઈનો ડીશીલ્ટ કરવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

થલતેજ વોર્ડમાં નવા ભળેલ વિસ્તાર બોપલમાં આવેલ સ્ટરલીંગ સીટીમાં પંચાયત વખતની આશરે ૬૦૦ એમએમ ડાયાની ડ્રેનેજ લાઈન નાખવામાં આવેલ જેની ડ્રેનેજ ચોકીન્ગની ફરીયાદો સતત રહેતી હોઈ આ લાઈન ડિસિલ્ટીંગ કરાવવાની જરૂરીઆત ઉભી થયેલ જેથી સદર વિસ્તારમાં આશરે ૬૦૦ એમએમ ડાયાની ૧૦૦૦ મીટર, ૪પ૦ એમએમ ડાયાની આશરે ૩૦૦ મીટર લાઈન ડિસિલ્ટીંગ કરાવવાની જરૂરીઆત છે.

ઉત્તર પશ્ચિમ ઝોન થલતેજ વોર્ડમાં આવેલ નવા ભળેલ વિસ્તાર પૈકી બોપલ આવેલ સ્ટરલીગ સીટી મેઈન રોડ તથા કેનેરા બેંકથી સુદર્શન ટાવર સુધી, રિધ્ધી સિધ્ધી ફર્નિચરથી ઔડા ગાર્ડન સુધી, ઔડા ગાર્ડનથી મણીભદ્ર એપાર્ટમેન્ટ સુધીની મેઈન ડ્રેનેજ લાઈન ઓડા વખતની નાખેલ છે

(આશરે ૧૯૯૮-૯૯) તથા આ લાઈન અગાઉ સી.સી. ટી.વી કેમેરાની આધુનિક પધ્ધતિથી ડિસીલ્ટીંગ કરાવવામાં આવેલ નથી, જેથી આ લાઈનમાં આશરે ૬૦૦ એમએમ ડાયાની ૧૦૦૦ મીટર, ૪પ૦ એમએમ ડાયાની આશરે ૩૦૦ મીટર લાઈન ડિસિલ્ટીંગ કરાવવાની જરૂરીઆત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.