સંજેલીમાં મકાનનો દરવાજાે તોડી પાંચ તોલા સોનાના દાગીના અને ચાર હજાર રોકડની ચોરી
સંજેલી સંતરામપુર રોડ પર આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં સિવણ ક્લાસમાં તસ્કરોનો હાથફેરો
પ્રતિનિધિ સંજેલી, સંજેલી સંતરામપુર રોડ પર ગોવિંદાતળાઇ ગામે આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં શિક્ષકના ભાડાના મકાનમાં શિવણ ક્લાસ નું દરવાજા તાળું તોડી બુટ્ટી ઝુમર ના પાંચ તોલા સોનાના દાગીના અને ચાર હજાર રોકડ રકમની ઉઠાંતરી કરીતસ્કરોએ હાથફેરો ફરાર થઇ જતાં તમામ ઘટના સીસીટીવીમાં કેદ.શિક્ષકે ફરિયાદ નોંધાવતા એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી પોલીસે તપાસ હાથ ધરી.
સંજેલી ખાતે સંતરામપુર મુખ્ય રોડ પર આવેલ ગોવિંદાતળાઇ ખાતે કૃષ્ણકુંજ સોસાયટીમાં આવેલ મનુભાઈ દલાભાઈ વળવાઇ નુ મકાન સંપદના સ્મૃતિ ફાઇનાન્સ ને ભાડે આપ્યું હતું અને સંચાલક દ્વારા મકાનમાં શિવણ ક્લાસ ચલાવતાં હતાં ત્યારે નવ મીને શુક્રવારના રોજ સ્ટાફ સુમિત્રા બેન દ્વારા સીવણ ક્લાસીસ માટે સવારે મકાન પર પહોચ્યા હતા
તે દરમ્યાન મકાનના દરવાજા ખોલે તે પહેલાં જ મકાનના ખુલ્લા દરવાજા જાેઈ ચોકી ઉઠી હતી અને સંચાલકને જાણ કરી હતી સંચાલકે ઘટનાની જાણ મકાન માલિકને કરાતાં મકાન માલિક દોડી આવ્યા હતા અને તૂટેલા ઘરનાં દરવાજા જાેઈ મકાનમાં વેરવિખેર અને તિજાેરીના તૂટેલા દરવાજા જાેઈ ગભરાઈ ગયાં હતાં
તિજાેરીમાં મુકેલા પત્નીના બે નંગ ઝુમ્મર અને અને બે નંગ બુટ્ટી મળી પાંચ તોલા સોનું અને ચાર હજાર રોકડ રકમની મળી કુલ ૭૫ હજાર ની મત્તાની ચોરી અને મકાનના દરવાજા તોડી ઘરમાં વેરવિખેર કરી ફરાર થઈ ગયેલા અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ મકાનમાલિક સાગડાપાડા ના રહેવાસી અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મનુભાઈ દલાભાઇ વળવાઇ એ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
જ્યારે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી જ્યારે ડોગ સ્ક્વોડની મદદથી ચમારીયા રોડ પર ગલ્લાનો પણ હાથ ફેરો કરેલા એક ગલ્લા પાસેથી સિવણ ક્લાસના મકાનના દરવાજાનો લોકો મળી આવ્યો હતો હાલ તો પોલીસે તૂટેલો લોક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.