Western Times News

Gujarati News

ગોધરા તાલુકા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે મનંત પટેલની નિયુક્તિ

(પ્રતિનિધી) ગોધરા, ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગોધરા તાલુકા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખની વરણી કરવા બાબતે હતી.

એ સંદર્ભમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ બોડીદ્રા ગામના કેળવણીકાર, પ્રિન્સિપાલ, પૂર્વ સરપંચ એવા મનંતભાઇ પટેલની ગોધરા તાલુકા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી. આ નિમણૂકને ઉપસ્થિત સૌ કાર્યકરોએ હર્ષભેર અને તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

જિલ્લા પ્રમુખે ફુલગુચ્છ આપીને શુભેચ્છા પાઠવી હતી અને તેઓ સફળ રીતે પદભાર સંભાળે અને તાલુકાનું સંગઠન ખુબ મોટું અને મજબૂત બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી.પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે ત્યારે પંચમહાલ પણ આગળ છે. જિલ્લામાં શિક્ષિત, સમજદાર અને શ્રેષ્ઠ લોકો આમ આદમી પાર્ટીમાં જાેડાય રહ્યા છે એ પાર્ટી અને આપના સૌ માટે ગૌરવની વાત છે.

સંગઠનનું કે સંચાલનનુ કામ હોય તેને શિક્ષિત લોકો સરળ અને સફળ રીતે કરતા હોય છે તેથી આપણી પાર્ટીમાં એવા લોકો જાેડાય રહ્યા છે એ આવનારા સમયમાં સફળતા માટેનું અંગ છે.તાલુકા અને શહેરના ઉપસ્થિત સૌ પ્રમુખોને જણાવ્યું હતું કે, પોતાના હોદ્દાને નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવીએ. જે જવાબદારી મળી છે તેને પુરતો ન્યાય આપીએ અને જેટલું શ્રેષ્ઠ થાય એટલું કરવા હંમેશા તત્પર રહેવું. આપણી આવડત અને અનુભવનો ખુબ ઉપયોગ કરવો.

સૌ હોદ્દેદારો અને કાર્યકરો સાથે સુમેળભર્યો વ્યવહાર રાખી સૌને સાથે રાખી, સૌની યોગ્યતા મુજબ ન્યાય આપવો. સતત લોક સંપર્કમાં રહી લોકોની સમસ્યાઓ જાણવા પ્રયાસ કરવો અને તેના ઉકેલ માટે તંત્ર અને સરકારમાં રજૂઆત કરવી. તાલુકાના દરેક ગામની મુલાકાત કરવી,

દરેક ગામના કાર્યકરોને પાર્ટીમાં જાેડવા અને મજબૂત અને શ્રેષ્ઠ સંગઠન તૈયાર કરવું એમ જણાવ્યું હતું.આવનારી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી માટે એક પણ દિવસ બગાડ્યા વગર કામ કરવા જણાવ્યું હતું.

તાલુકાના પ્રમખનો સેનાપતિ જેવો રોલ હોય છે પોતાની સેનાની જીત માટે સૈનિકોને જે રીતે તૈયાર કરી મેદાનમાં ઉતારે, નિર્દેશ કરે, ર્નિણય કરે એ રીતે પ્રમુખે પણ પોતાના કાર્યકરોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા તૈયાર કરવા પડશે ત્યારે સફળ પરિણામ મળશે એટલે સૌએ આજથી જ કામ કરવા લાગી જવા અનુરોધ કર્યો હતો.

મોટી સંખ્યામાં મળેલી આ બેઠકમાં ૮૦ જેટલા નવા કાર્યકરો પણ જાેડાયા હતા. જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ અને જિલ્લા ઉપ પ્રમુખ દયાલભાઇ આહુજા એ ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.આજની આ બેઠકમાં શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, જિલ્લા યુવા પ્રમુખ વિનેશ પટેલીયા તેમજ સૌ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.