Western Times News

Gujarati News

તત્વ ચિંતન ફાર્મા કેમનો IPO 16 જુલાઈ, 2021ના રોજ ખુલશે

મુંબઈ, સ્ટ્રક્ચર ડાયરેક્ટિંગ એજન્ટ્સ, ફેઝ ટ્રાન્સફર કેટાલીસ્ટ, સુપર કેપેસિટર બેટરીઝ માટે ઇલેક્ટ્રોલાઇટ સોલ્ટ્સ તથા ફાર્માસ્યુટિકલ અને એગ્રોકેમિકલ ઇન્ટરમીડિયેટ્સ તથા અન્ય સ્પેશિયાલ્ટી કેમિકલ્સના વિવિધતાસભર પોર્ટફોલિયોના ઉત્પાદનમાં સંકળાયેલી સ્પેશિયાલ્ટી કેમિકલ્સ ઉત્પાદક કંપની તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડ (“કંપની”)ના ઇક્વિટી શેરનો આઇપીઓ (“ઓફર”) 16 જુલાઈ, 2021ના રોજ ખુલશે.

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 1,073થી રૂ. 1,083 નક્કી કરી છે. બિડ્સ લઘુતમ 13 ઇક્વિટી શેર માટે અને પછી 13 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ઓફરમાં રૂ. 2,250.00 મિલિયન સુધીના ઇક્વિટી શેર અને રૂ. 2,750.00 મિલિયનના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે, જેમાં અજયકુમાર મનસુખલાલ પટેલ દ્વારા રૂ. 233.00 મિલિયનના ઇક્વિટી શેર, ચિંતનકુમાર નીતિનકુમાર શાહ દ્વારા રૂ. 814.00 મિલિયનના ઇક્વિટી શેર તથા શેખર રસિકલાલ સોમાણી દ્વારા રૂ. 730.00 મિલિયનના ઇક્વિટી શેર અને દર્શના નીતિનકુમાર શાહ દ્વારા રૂ. 103.00 મિલિયનના ઇક્વિટી શેર,

Chintan-Shah-MD-Tatva-Chintan

પ્રીતિ અજયકુમાર પટેલ દ્વારા રૂ. 342.00 મિલિયનના ઇક્વિટી શેર, અજય મનસુખલાલ પટેલ એચયુએફ દ્વારા રૂ. 342.00 મિલિયનના ઇક્વિટી શેર, કાજલ શેખર સોમાણી દ્વારા રૂ. 110.00 મિલિયનના ઇક્વિટી શેર, શીતલકુમાર રસિકલાલ સોમાણી દ્વારા રૂ. 11.00 મિલિયનના ઇક્વિટી શેર અને સમીરકુમાર રસિકલાલ સોમાણી દ્વારા રૂ. 65 મિલિયનના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે.

ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018ના નિયમન 31, જેમાં  સમયેસમયે  થયેલા સુધારા (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”)

સાથે સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના રુલ 19(2)(બી)ને વાંચીને કરવામાં આવી છે. ઓફર સેબી આઇસીડીઆરના નિયમન 6(1)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“ક્યુઆઇબી”)

(“ક્યુઆઇબી પોર્શન”)ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની બીઆરએલએમ સાથે ચર્ચાવિચારણા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો વિવેકને આધારે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો માટે અનામત રાખવામાં આવશે,

જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સ મળવાને આધિન છે. ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો  મ્યુચ્યુઅલ ફંડ્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો (એન્કર રોકાણકારો સિવાય) મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબી ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે.

વળી, સેબી આઇસીડીઆર નિયમનોને સુસંગત રીતે ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને તથા ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. ઓફરમાં સહભાગી થવા એન્કર રોકાણકારો સિવાય તમામ સંભવિત બિડર્સને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રોસેસનો ઉપયોગ કરવો જરૂરી છે,

જે માટે તેમણે તેમના સંબંધિત એએસબીએ એકાઉન્ટની વિગત આપવી પડશે, જેને સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો કે યુપીઆઈ વ્યવસ્થા દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સહભાગી થવાની છૂટ નથી. વધારે વિગત મેળવવા આરએચપીના પાના નંબર 312 પર આરએચપીની “ઓફર પ્રક્રિયા” વિભાગ જુઓ.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઇ પર થશે. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.