Western Times News

Gujarati News

બજાજ આલિઆન્ઝ લાઇફે આધાર આધારિત E-KYCનો અમલ કરીને પોલિસીની ખરીદીની સરળ બનાવી

ઝડપથી પોલિસી ઇશ્યૂ થશે, ગ્રાહકને સરળતાપૂર્વક ઓનબોર્ડ લેવા અને 100 ટકા પેપરલેસ પ્રક્રિયા સુનિશ્ચિત થશે

પૂણે, ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફએ જીવન વીમા પોલિસી ઇશ્યૂ કરતા સમયે ગ્રાહકનું તાત્કાલિક વેરિફિકેશન કરવાની સુવિધા આપવા નૉ યોર કસ્ટમર (કેવાયસી)ની 100 ટકા પેપરલેસ અને ડિજિટલ પ્રક્રિયા પ્રસ્તુત કરી છે.

આ ઇ-કેવાયસી પ્રક્રિયા સાથે ગ્રાહકો હવે તેમની ઓળખનું ડિજિટલ ઓથેન્ટિફિકેશન કરી શકે છે, તો કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ સમયે તેમના આધાર કાર્ડની વિગતો વીમાકંપનીને પ્રદાન કરીને વીમા પોલિસી ખરીદી શકે છે.

ઇ-કેવાયસી સાથે ગ્રાહકો તેમની ઓળખ અને સરનામાની પુષ્ટિ કરવા માટે વિવિધ ડોક્યુમેન્ટ સબમિટ કરવાની પ્રક્રિયામાંથી મુક્તિ મેળવી શકે છે અને તેમના આધાર કાર્ડની વિગત રજૂ કરીને યુઆઇડીએઆઈમાં નોંધણી કરાવે છે. ઇ-કેવાયસીના અમલ સાથે ગ્રાહકોને

હવે બજાજ આલિઆન્ઝ લાઇફની પોલિસી ખરીદવા વિવિધ ફિઝિકલ ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર ન પડે એવું બની શકે છે, જેમ કે ઓળખ અને વયનો પુરાવો, સરનામાનો પુરાવો વગેરે, જેથી વીમો ખરીદવાની પ્રક્રિયા સરળ અને સાતત્યપૂર્ણ બનશે. જો આધાર કાર્ડની વિગત સાચી આપવામાં આવશે, તો નામ, જન્મતારીખ, સરનામું જેવી ગ્રાહકની વિગતો વીમાકંપનીમાં ઓટો-ફિલ થશે, જેને યુઆઇડીએઆઈ પાસેથી વિગતો મળી હશે, જેથી વીમા પોલિસીની ખરીદી માટે અરજી કરવાના સમયમાં ઘટાડો થશે.

ઇ-કેવાયસી પહેલ પર બજાજ આલિઆન્ઝ લાઇફના ઓપરેશન્સ એન્ડ કસ્ટમર એક્સપિરિયન્સના ચીફ શ્રી કાયઝાદ હિરામાણેકે કહ્યું હતું કે, “બજાજ આલિઆન્ઝ લાઇફમાં અમારી સાથે અમારા ગ્રાહકોનું જોડાણ સરળ બનાવવા અમે સતત પ્રયાસ કરીએ છીએ, અમે તેમની સફરમાં દરેક પગલે સુવિધા આપીએ છીએ.

મને ખુશી છે કે, ઇ-કેવાયસીના અમલ સાથે આ અનુભવ તેમને શરૂઆતથી મળશે અને અમે સુનિશ્ચિત કરીશું કે, અમે અમારા સાથે તેમના સંપૂર્ણ જોડાણમાં ખુશી આપવા સક્ષમ બનીશું. અમે આ વચનનું પાલન કરવા તથા અમારા સાથે તેમનું સરળ, સુરક્ષિત અને અસરકારક જોડાણ કરવા કેટલીક ડિજિટલ સક્ષમ સેવાઓ શરૂ કરવાનું જાળવી રાખીશું.”

આધાર આધારિત ઇ-કેવાયસી વેરિફિકેશનનો ઉપયોગ કરવા ગ્રાહકને વીમાની પોલિસી ખરીદવાના સમયે તેમનો આધાર નંબર સબમિટ કરવાની અને બજાજ આલિઆન્ઝ લાઇફને યુઆઇડીએઆઈમાંથી તેમનો ડેટા મેળવવાની મંજૂરી આપવાની જરૂર પડશે.

યુઆઇડીએઆઈ સાથે સફળતાપૂર્વક ઓથેન્ટિફિકેશન પછી યુઆઇડીએઆઈ સાથે ગ્રાહકનો ડેટા ઇ-કેવાયસી માટે વીમાકંપનીને જોવા મળશે. એટલે ઇ-કેવાયસી ગ્રાહકોને તેમના ઘરે સુવિધાજનક રીતે થોડા ક્લિકમાં જીવન વીમા પોલિસીની ખરીદી કરવાની સુવિધા આપવાની સાથે તેમના અધિકૃત ડોક્યુમેન્ટ ગુમ થવાનું જોખમ પણ દૂર કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.