Western Times News

Gujarati News

લક્ષ્મી વિલાસ બેંકના વિલિનીકરણની અસર થવા છતાં ડીબીએસ ઇન્ડિયાની નફાકારતામાં વધારો થયો

મુંબઈ, ડીબીએસ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડ (ડીબીઆઈએલ)એ 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. વિલિનીકરણ યોજના મુજબ, 27 નવેમ્બર, 2020ના રોજ લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી)નું ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડ (ડીબીઆઈએલ)માં વિલિનીકરણ થયું હતું. આ પરિણામોમાં એ તારીખથી 31 માર્ચ, 2021 સુધીની એલવીબીની કામગીરી સામેલ છે.

મુખ્ય કામગીરી: નાણાકીય વર્ષ 2020-21માં ડીબીઆઇએલ માટે ચોખ્ખી આવક 85 ટકા વધીને રૂ. 2,673 કરોડ (જેમાં એલવીબીની રૂ. 134 કરોડની આવક સામેલ છે) થઈ, જે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 1,444 કરોડ હતી.
કરવેરાની ચુકવણી અગાઉનો નફો (પીબીટી) રૂ. 679 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 170 કરોડ હતો. નવેમ્બર, 2020થી માર્ચ, 2021 સુધીના એલવીબીના કરવેરા પૂર્વેની નુકસાન રૂ. 341 કરોડને સમાવવા છતાં આ નફો થયો હતો. ચોખ્ખો નફો વધીને રૂ. 312 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 111 કરોડ હતો.

કુલ ડિપોઝિટ 44 ટકા વધીને રૂ. 51,501 કરોડ (એલવીબી પાસેથી રૂ. 18,823 કરોડ સામેલ છે). સેવિંગ્સ એકાઉન્ટ બેલેન્સમાં વાર્ષિક ધોરણે 207 ટકાનો વધારો થયો અને કરન્ટ એકાઉન્ટ બેલેસન્માં વાર્ષિક ધોરણે 98 ટકાનો વધારો થયો, જેમાં વિલિનીકરણના પરિણામે વૃદ્ધિ સામલે છે. કુલ કાસા રેશિયો 19 ટકાથી સુધરીને 31 ટકા થયો.

ચોખ્ખી એડવાન્સ વધીને રૂ. 36,973 કરોડ થઈ (જેમાં એલવીબી પાસેથી રૂ. 10,685 કરોડની એડવાન્સ સામેલ છે).
એલવીબી પોર્ટફોલિયોને બાદ કરતા ડીબીઆઈએલ માટે કુલ એનપીએ 1.83 ટકા જળવાઈ રહી હતી. જ્યારે એલવીબીના વિલિનીકરણ પછી કુલ એનપીએ 12.93 ટકા થઈ  હતી, ત્યારે સંયુક્ત આધારે બેંક માટે ચોખ્ખી એનપીએ 2.83 ટકા હતી, જેમાં 84 ટકા પ્રોવિઝન કવરેજ છે.

મૂડીપૂર્તતા રેશિયો 15.13 ટકા છે, જેમાં CET1 12.34 ટકા છે. વર્ષ દરમિયાન ડીબીએસ બેંકે વિલિનીકરણને ટેકો આપવા ડીબીઆઇએલમાં રૂ. 2,500 કરોડ ઉમેર્યા હતા.

બેંકે કન્સેશનલ ટેક્ષ વ્યવસ્થા અપનાવી છે, પરિણામે વન-ટાઇમ એડજસ્ટમેન્ટને કારણે વધારે રૂ. 184 કરોડનો ચાર્જ લાગશે.
વિલિનીકરણ પછી બેંકની પ્રાથમિકતા ડીબીએસ પરિવારમાં એલવીબીના કર્મચારીઓ અને ગ્રાહકોને આવકારવાની, એલવીબી અને ડીબીએસના કર્મચારીઓને એક કરવાની તથા એલબીવીના વ્યવસાયનું પુનર્નિર્માણ કરવાની છે. અત્યારે ઓપરેટિંગ પ્લેટફોર્મ અને શાખાઓનું સંકલન ચાલી રહ્યું છે. વર્ષ 20201માં એલવીબીના કરન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ બેલેન્સમાં સતત વધારો તેમજ ગોલ્ડ લોન પોર્ટફોલિયો વર્તમાન સ્ટ્રેટેજીની સફળતાનો સંકેત છે.

બેંકની કામગીરી પર ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ સુરોજિત શોમે કહ્યું હતું કે, “અમે મહામારીની બીજી લહેરને કારણે ડિસલોકેશન સાથે પણ નવેમ્બર, 2020માં વિલિનકરણ થયા પછી અત્યાર સુધી લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી)ને સમાવવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

જ્યારે અપેક્ષા મુજબ એલવીબીની ઊંચી ચોખ્ખી એનપીએ અને કાર્યકારી નુકસાનને કારણે અમારા નાણાકીય પરિણામોને તાત્કાલિક ધોરણે અસર થઈ છે, ત્યારે અમને ખાતરી છે કે, સંયુક્ત ફ્રેન્ચાઇઝીની લાંબા ગાળાની સંભવિતતા સારી છે. અગાઉની એલવીબીની કામગીરીમાં અમે ગોલ્ડ લોનના વ્યવસાયોમાં સારો વધારો અને ડિપોઝિટમાં વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ. અમારી પહેલી પ્રાથમિકતા ઓપરેટિંગ સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓનું સંકલન કરવાની છે, જેથી અમે બહોળા ગ્રાહકવર્ગને શ્રેષ્ઠ સમાધાનો આપી શકીએ.”

જૂન, 2021માં ડીબીએસને સતત બીજા વર્ષે ફોર્બ્સની વર્લ્ડ્સ બેસ્ટ બેંક્સની યાદીમાં સ્થાન મળ્યું હતું. 40,000 બેંકિંગ ગ્રાહકોના આંતરરાષ્ટ્રીય સર્વને આધારે ડીબીએસને ભારતમાં 30 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બેંકોમાં પ્રથમ સ્થાન મળ્યું હતું. વર્ષની શરૂઆતમાં એશિયામનીએ ડીબીએસ બેંક ઇન્ડિયાને બેસ્ટ ઇન્ટરનેશનલ બેંક ઇન ઇન્ડિયા ગણાવી હતી.

બેંકની ગ્રેટ પ્લેસ ટૂ વર્ક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બીએફએસઆઇમાં ભારતની બેસ્ટ એમ્પ્લોયર્સ પૈકીની એક ગણાવવામાં આવી હતી. બેંક ભારતમાં 19 રાજ્યોમાં 600થી વધારે શાખાઓનું નેટવર્ક અને આશરે 5,500 કર્મચારીઓ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.