Western Times News

Gujarati News

હવે લોકસભાની કાર્યવાહી એપના માધ્યમથી ફોનમાં જાેઈ શકાશે

નવીદિલ્હી: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ એલાન કર્યુ છે કે લોકો સુધી સંસદ સાથે જાેડાયેલી જાણકારી પહોંચાડવા માટે એપ બનાવવામાં આવી છે. આ એપમાં લોકસભા ટીવીનું લાઈવ પ્રસારણ ઉપલબ્ધ થશે. સંસંદની જૂની કાર્યવાહી અને તેની સાથે જાેડાયેલા દસ્તાવેજાે પણ રહેશે.

આ ઉપરાંત સાંસદની લાઈબ્રેરીને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. લોકસભા અધ્યક્ષ અનુસાર સાંસદ ભવનની લાઈબ્રેરીમાં ૧૮૫૪ બાદથી થયેલી તમામ દલીલો અને કાર્યવાહીઓ સાથે જાેડાયેલા દસ્તાવેજાે હાજર રહે છે. ભારતી વસ્તી પહેલા અંગ્રેજી શાસનકાળમાં વિધાન મંડળને અલગ અલગ નામોથી ઓળખવામાં આવતા હતા.

૧૯ જુલાઈથી સંસદના મોનસૂન સત્રની શરુઆત થવા જઈ રહી છે. કોરોનાની બીજી લહેર વચ્ચે શરુ થઈ રહેલા આ સત્રમાં શામેલ થવા માટે તે સાંસદોને આરટીપીસીઆર ટેસ્ટમાંથી છૂટ આપવામાં આવી છે. જેમણે રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. જાે કે જે સાંસદોએ એક જ ડોઝ અથવા તો કોઈ ડોઝ નથી લીધ ો તેમણે આરટીપીસીઆર ટેસ્ટ કરવાની અનિવાર્યતા નથી રહી. તેમની પાસે ટેસ્ટ કરાવવા અથવા નહીં કરાવવાનો વિકલ્પ રહેશે.લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે સત્રમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.