CNG પંપ પર કર્મચારીઓ માસ્ક જ પહેરતા નથી, કોરોનાની ત્રીજી લહેરને આવકારવા મોડાસાના નગરજનો આતુર..!!

મોડાસાના શામળાજી રોડ પર જીલ્લા પોલીસવડા કચેરી બાજુમાં આવેલા સાબરમતી સીએનજી ગેસના પંપના કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર વાહનોમાં સીએનજી પુરી રહ્યા છે પોલીસતંત્ર વાહન ચાલાકો પાસેથી માસ્કના નામે મસમોટા દંડ વસૂલી રહી છે બીજીબાજુ હજ્જારો વાહન ચાલકો જ્યાંથી સીએનજી પુરાવી રહ્યા છે તે સ્થળે માસ્કનો દંડ વસુલવામાં ઉણી ઉતરી હોય તેવું વાહન ચાલકો અહેસાસ અનુભવી રહ્યા છે સીએનજી પંપ પર ગેસ પૂરતા કર્મચારીઓ કેમેરો ચાલુ થતા માસ્ક પહેરવા લાગ્યા હતા
કોરોનાની બીજી લહેર સામે ધીરે ધીરે ગુજરાત જંગ જીતી રહ્યું છે બીજીબાજુ વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર કહેર મચાવી રહી છે આઈએમએ પણ દેશમાં કોરોનાની ત્રીજી લહેર ભયાનક સાબીત થઇ શકે છે ની આગાહી કરી લોકોને સાવચેતી અને માસ્ક પહેરવા અનુરોધ કરી રહ્યું છે ત્યારે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં લોકો જાણે કોરોના ખત્મ થઇ ગયો હોય તેમ બેદરકાર લાગી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર માસ્ક વગર અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરે તે ખુબ જરૂરી છે