Western Times News

Gujarati News

હિલ સ્ટેશન, પર્યટન સ્થળો પર ઉમટી રહેલી ભીડને લઈને મોદીએ ચિંતા વ્યક્ત કરી

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને રોકવી આપણી જવાબદારી છે. વડાપ્રધાને કહ્યું કે, આપણે કોરોના વાયરસના દરેક વેરિયન્ટ ઉપર પણ નજર રાખવી પડશે. મ્યૂટેશન બાદ તે કેટલો પરેશાન કરનારો હશે, તેના વિશે એક્સપર્ટ્‌સ સતત સ્ટડી કરી રહ્યા છે. એવામાં સંક્રમણ પર કાબૂ અને ઉપચાર અગત્યના છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, કોરોનાના કારણે પર્યટન અને વેપાર-કારોબાર ગંભીર રીતે પ્રભાવિત થયા છે તે સાચી બાબત છે. પરંતુ આજે હું ખૂબ ભારપૂર્વક કહેવા માંગું છું કે હિલ સ્ટેશનોમાં, માર્કેટોમાં માસ્ક પહેર્યા વગર, ભારે ભીડ ઉમટી પડે છે તે યોગ્ય નથી.

પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે વેકસીનેશનને લઈ પૂર્વોતરના રાજ્યો જે રીતે આગળ વધી રહ્યા છે, તે પ્રસંશાને પાત્ર છે. સાથે જ પણ રાજ્યોમાં પ્રમાણ ઓછું છે તે રાજ્યોએ વધુ ભાર આપવાની જરૂર છે. વધુમાં તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં અલગ અલગ સરકારોએ કામ કર્યું છે. પૂર્વોત્તરના અમુક જિલ્લાઓમાં કેસો વધી રહ્યા છે. એવામાં સતર્ક રહેવું જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું કે કન્ટેનમેન્ટ નીતિ પર જાેર આપીને જ કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવશે.

મોદીએ કહ્યું કે લોકો એવું માંની રહ્યા છે કે ત્રીજી લહેર પહેલા તેઓ થોડું ફરી લે, પણ ત્રીજી લહેર સામેથી નહીં આવે તેને લાવવામાં આવશે. વેકસીનેશનને લઈ અમે દરેક લોકોને જાગૃત કરવા પડશે. તેમણે કહ્યું કે આપણે કોરોનાના દરેક વેરિયન્ટ પણ નજર રાખવી પડશે. આ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે હિલ સ્ટેશન પર જે ભીડ થઈ રહી છે તે ઘણો ચિંતાનો વિષય છે. અહિયાં લોકો માસ્ક વિના ફરી રહ્યા છે. ટિ્‌વટ કરતાં પણ તેમણે આ જ વાત સમગ્ર દેશવાસીઓને કહી.
મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ‘સૌને વેક્સીન-મફત વેક્સીન’ અભિયાનનું નોર્થ ઈસ્ટમાં પણ એટલું જ મહત્ત્વ છે. ત્રીજી લહેર સામે મુકાબલો કરવા માટે આપણે વેક્સીનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવી પડશે.

પૂર્વોત્તરમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરતાં વડાપ્રધાને કહ્યું કે, આપણે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટથી જાેડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચમાં સુધાર કરવા માટે આગળ ચાલવાનું છે. તેના માટે હાલમાં જ કેબિનેટે ૨૩ હજાર કરોડ રૂપિયાનું એક નવું પેકેજ પણ મંજૂર કર્યું છે. નોર્થ ઇસ્ટના દરેક રાજ્યને આ પેકેજથી પોતાના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં મદદ મળશે.

મોદીએ કહ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે આપણે માઇક્રો લેવલ પર વધુ કડક પગલાં ભરવા પડશે. તેનાથી જવાબદારી નક્કી થઈ શકે છે. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. છેલ્લા દોઢ વર્ષમાં જે અનુભવ આપણને મળ્યા છે, તેનો પૂરો ઉપયોગ કરવો પડશે. તેમણે કહ્યું કે સમગ્ર દેશ અને વિશેષ રીતે અમારા હેલ્થ વર્કર્સે પોતાની જવાબદારી નિભાવવા માટે ગત દોઢ વર્ષમાં સતત પરિશ્રમ કર્યો છે. પૂર્વોત્તરના ભૌગોલિક પડકારો હોવા છતાંય ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટથી લઈને રસીકરણનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે વિશેષ રીતે ઓક્સિજન પર, પીડિયાટ્રિક કેર સાથે જાેડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ઝડપથી કામ કરવું પડશે.પીએમ કેયર ફંડના માધ્યમથી દેશમાં અસંખ્ય નવા ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે.

એ યાદ રહે કે છેલ્લા એક અઠવાડિયામાં પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે. સ્થિતિ એવી છે કે દરેક પાંચમાંથી ત્રીજાે જિલ્લો એવો છે જ્યાં પોઝિટિવિટી રેટ દસ ટકા ઉપર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ૫થી ૧૧ જુલાઈ વચ્ચે દેશમાં લગભગ ૫૮ જિલ્લા એવા છે, જ્યાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકા કરતા વધુ હતો. જેમાંથી ૩૭ જિલ્લા પૂર્વોત્તર રાજ્યના છે. આ જ કારણ હતું કે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ તમામ રાજ્યોની સામે ચિંતા વ્યક્ત કરાઈ હતી. કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યોને સલાહ અપાઈ કે મોટી સંખ્યામાં આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે. હાલ આ રાજ્યોમાં મોટા પાયે ફક્ત એન્ટિજન ટેસ્ટિંગ જ થઈ રહ્યું છે.

જે ઓછું સટિક ગણાય છે. પૂર્વોત્તરના રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યા જાેઇએ તો અસમ- ૧૯૫૯૪,મણિપુર- ૭૫૨૦, મિઝોરમ- ૪૩૩૬, ત્રિપુરા – ૪૧૦૦, અરુણાચાલ પ્રદેશ- ૩૯૧૮,સિક્કિમ- ૨૨૨૫, નાગાલેન્ડ- ૯૫૯ નોંધનીય છે મોટા રાજ્યોની સરખામણીમાં સંખ્યાની રીતે ભલે પૂર્વોત્તરમાં કેસ ઓછા જાેવા મળતા હોય પરંતુ જનસંખ્યાની દ્રષ્ટિથી આ સંખ્યા ખુબ વધારે છે. આ સાથે જ આ રાજ્યોનો પોઝિટિવિટી રેટ પણ ખુબ ડરામણો છે. જે બીજી લહેરના ખતમ ન થવાના અને ત્રીજી લહેર આવી જવાના સંકેત આપે છે. જાે દેશના અન્ય ભાગોની વાત કરીએ તો હજુ પણ દેશમાં ચાર લાખથી વધુ એક્ટિવ કેસની સંખ્યા છે. લગભગ બે રાજ્યો એવા છે કે જ્યાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખ કરતા વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.