Western Times News

Gujarati News

આતંક વિરોધી કાયદાનો ઉપયોગ કરી શકાય નહીં- જસ્ટિસ ચંદ્રચૂડ

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્ર્‌ચૂડે કહ્યુ છે કે, વિરોધી અવાજ દબાવવા માટે આતંકવાદ વિરોધી કાયદાનો ઉપયોગ કરી શકાય નહીં. અમેરિકા અને ભારત વચ્ચે કાયદાકીય સંબંધો પરના એક કાર્યક્રમ દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ હતું કે, આતંકવાદ વિરોધી કાયદા સહિત ગુનાહિત કાયદાને નાગરિકોના અસંતોષ અથવા અવાજ દબાવવા માટે દુરૂપયોગ કરી શકાય નહીં. મેં અર્ણબ વિરુદ્ધ રાજ્યમાં પોતાના ર્નિણયમાં તેનો ઉલ્લેખ કર્યો હતો કે, આપણી કોર્ટેએ આ નક્કી કરવાનું છે કે, નાગરિકોની આઝાદી માટે તે પ્રથમ પંક્તિ બની રહે.

તેમણે કહ્યુ હતું કે, એક દિવસ માટે પણ આઝાદીથી વંચિત રાખવા એકદમ ખોટુ છે. આપણે હંમેશા આપણા ર્નિણયોની ઉંડાઈમાં વસેલા સિસ્ટમેટિક ઈશ્યૂઝ વિશે સતર્ક રહેવુ જાેઈએ. તેઓ આવુ ભારત-અમેરિકા કાયદા સંબંધો પર બોલી રહ્યા હતા. જસ્ટિસ ચંદ્રચૂડની આ ટિપ્પણી ફાદર સ્ટેન સ્વામીની ધરપકડ બાદ હત્યા થઈ ત્યાર બાદ આવી છે. સ્વામીના નિધન બાદ અલગ અલગ માનવાધિકાર સંગઠનોએ સરકાર અને ન્યાયિત સિસ્ટમ પર સવાલ ઉભા કર્યા હતા. આ મામલે વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટીકરણ જાહેર કર્યુ હતું.

સંબોધન દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ હતું કે, ભારત, સૌથી જૂનૂ અને સૌથી મોટુ લોકતંત્ર હોવાના નાતે, બહુસાંસ્કૃતિક, બહુલવાદી સમાજના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે. સંવિદાન માનવ અધિકારો માટે પ્રતિબદ્ધ છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ હતું કે, ભારત અને અમેરિકામાં સુપ્રીમ કોર્ટને શક્તિશાળી કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે.

તેમણે કહ્યુ હતું કે, અમેરિકાએ ભારતીય સંવિધાનના હ્‌દય અને આત્મામાં યોગદાન આપ્યુ છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે, સમલૈંગિક સંબંધો અપરાધની શ્રેણીમાંથી બહાર કરવાનો ર્નિણય તેમણે અમેરિકાની સુપ્રીમ કોર્ટ લેરંન્સ વર્સેઝ ટેક્સાસના ર્નિણય પર આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.