Western Times News

Gujarati News

વિકી કૌશલની ‘બેડ ન્યૂઝ’માં અનન્યા પાંડેનો કેમિયો

મુંબઈ, અનન્યાએ આનંદ તિવારીની આ ફિલ્મ ‘બેડ ન્યૂઝ’માં સ્પેશિયલ અપીઅરન્સ માટેનું શૂટ પૂરું કરી લીધું છે. તેણે ૧૯ એપ્રિલે આ શૂટ પૂરું કર્યું, જેમાં તે તૃપ્તિ ડીમરી સાથે એક શેફના રોલથી જોડાયેલી છે.

જુહૂની એક હોટેલમાં આ શૂટ કરવામાં આવ્યું હતું, જેમાં અનન્યાને જોવા માટે પાપરાઝી અને ફેન્સની બીડ એકઠી થઈ હતી. આ ફિલ્મના વધુ સીન માટેનું શૂટ ૧૩ મેના રોજ થશે. આ ઉપરાંત અનન્યા કરણ જોહર સાથે વધુ એક પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.

‘કોલ મી બૅ’નામની આ વેબ સિરીઝમાં અનન્યા એક પૈસાદાર ફેશનિસ્ટાનો રોલ કરી રહી છે. આ ઉપરાંત તે અક્ષય કુમાર સાથે ‘શંકરા’ કરી રહી છે, જે તેનો પહેલો રીયલ-લાઇફ ઘટના આધારીત પ્રોજેક્ટ છે. આ ફિલ્મ ૧૯૧૯માં જનરલ ડાયરને ખુલ્લા પાડવામાં સી શંકરન નાયરની ભૂમિકાથી પ્રેરિત એક કાનૂની લડતની ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર એક વકીલની ભૂમિકા કરી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.