Western Times News

Gujarati News

મધ્યપૂર્વમાં ૨૦૦૩ પછી અમેરિકાનું સૌથી મોટું આક્રમણ હશે

ઇરાન પોતાના નિયમિત લશ્કર ઉપરાંત બશીઝ મિલિશિયાના લાખો યુવાનોને પણ ગેરીલા યુદ્ધમાં ઉતારશે

તહેરાન,અમેરિકાના લશ્કર હવે ઇરાન સામે ભૂમિ આક્રમણ કરી રહ્યુ હોવાનું માનવામાં આવે છે. જો આમ થશે તો આ મધ્યપૂર્વમાં ૨૦૦૩ પછી અમેરિકાનું સૌથી મોટું આક્રમણ હશે. અમેરિકાના લશ્કરી વ્યૂહ નીતિકારોનું મુખ્ય ધ્યાન મોટાપાયા પર આક્રમણ કરવા પર નહીં પણ ઇરાનનું આક્રમણ રોકવા અને ઇરાન ભવિષ્યમાં પણ હોર્મુઝ પર કંટ્રોલ ન કરી શકે તે પ્રકારનું જમીન નિયંત્રણ સ્થાપવા પર છે.ઇરાને આ દરમિયાન અમેરિકાના પાંચમાં કાફલાના હેડક્વાર્ટર પર મોટાપાયા પર મિસાઇલ હુમલો કર્યાે હોવાનું કહેવાય છે.

આ દરમિયાન ટ્રમ્પની ઇન્ળાસ્ટ્રકચર પર ભ્લાસ્ટ કરવાની ધમકીના જવાબમાં ઇરાને જણાવ્યું હતું કે અમે આખા વિસ્તારનું બધું જ ઇન્ળાસ્ટ્રકચર ખતમ કરી દઇશું. અમેરિકાએ તેના હુમલાની તીવ્રતા વધારતા ઉત્તર ઇરાન સુધી હુમલા કરવા માંડયા છે.અલ જજીરાના રિપોર્ટ મુજબ ઇરાનના કેશમ દ્વીપ, બંદર અબ્બાસ, સીરિક, ચાબહાર, કોનારક, રાસ્ક, ખોદાબ અને પશ્ચિમી શહેર ખુર્રમઆદાબ સહિત કેટલાય વિસ્તારોમાં ડ્રોન-મિસાઇલ હુમલો કર્યાે છે. આ ઉપરાંત તેણે બાળકોની કેન્સરની હોસ્પિટલ પર પણ હુમલો કર્યાે છે, જેના કારણે ઇરાન વધારે ગુસ્સે ભરાયું છે.પેન્ટાગોનની આ રણનીતિના ભાગરૂપે મહત્ત્વના સ્થળો પર મોટાપાયા પર શસ્ત્રો, દારૂગોળો, બખ્તરબંધ બ્રિગેડો અને રેપિડ ડિપ્લોયમેન્ટ ફોર્સને ગોઠવવામાં આવી રહી છે.

અમેરિકન હવાઈદળે પહેલી જ વખત ઇઝરાયેલની ધરતી પર પોતાના ઘાતક એફ-૨૨ના રેપ્ટર સ્ટીલ્થ ફાઇટર્સને ઓવડા એરબેઝ પર ગોઠવ્યા છે, જેથી ભૂમિદળને હવાઈ સુરક્ષા કવર પૂરુ પાડી શકાય. ફારસની ખાડીમાં અમેરિકન નૌકાદળના ડઝનબંધ યુદ્ધજહાજ, એમ્ફિબિયસ અસોલ્ટ શિપ્સ અને મરીન કોર્પ્સના જવાન કોઈપણ સમયે ઇરાનના કાંઠા વિસ્તારોમાં આક્રમણ કરવા તૈયાર છે. ઇરાન તે વાતથી સારી રીતે વાકેફ છે કે પરંપરાગત જમીન યુદ્ધમાં તે અમેરિકન લશ્કરની અત્યાધુનિક ટેકનોલોજી, બખ્તરબંધ ગાડીઓ અને હવાઈ શ્રેષ્ઠતાનો સીધો મુકાબલો નહીં કરી શકે. આમ કરવું તેના માટે આત્મઘાતી નીવડશે. તેથી ઇરાનના ઇસ્લામિક ગાર્ડે એસિમેટ્રિક વોરફેર સ્ટ્રેટેજીની એક જાળ બીછાવી છે.

અમેરિકન લશ્કર જો ઇરાનમાં ઘૂસે છે તો તેની સાથે સીધા લડવાના બદલે અમેરિકન લશ્કરને અંદર ખેંચીને તેને ફસાવવાનું ધ્યેય ધરાવે છે. ઇરાન પોતાના નિયમિત લશ્કર ઉપરાંત બશીઝ મિલિશિયાના લાખો યુવાનોને પણ ગેરીલા યુદ્ધમાં ઉતારી શકે છે. તેમને શહેરી લડાઈ અને આઇઇડી બ્લાસ્ટ દ્વારા અમેરિકાની પુરવઠા લાઇન ખોરવવાની તાલીમ આપવામાં આવી છે.ઇરાનની રણનીતિ એવી છે કે જો અમેરિકાન જમીન આક્રમણ શરૂ કરે છે તો તેના પ્રોક્સી સંગઠન ઇઝરાયેલ અને ખાડી દેશોમાં ઉપલબ્ધ અમેરિકન લશ્કરી થાણા પર ચોતરફ જમીન આક્રમણ કરશે અને રોકેટ હુમલા કરશે જેથી અમેરિકન લશ્કરનું ધ્યાને બીજે વાળી શકાય.

ટ્રમ્પે જણાવ્યું હતું કે હાલના સંજોગો છતાં પણ ઇરાન સાથે પીસ ડીલ કરી શકાય છે. ઇરાને આ માટેના સંકેત પણ પાઠવ્યા છે. આ માટેના પ્રતીકરુપે ઇરાને ૨૦૨૪માં ખોટી રીતે પકડેલા અમેરિકન નાગરિક અને માનવ અધિકાર વકીલ જેરેડ જેન્સરને છોડયા છે. આ બતાવે છે કે ઇરાન હજી પણ શાંતિ માટે ઇચ્છુક છે. હાલમાં તો મિસાઇલ હુમલાઓના લીધે ક્‰ડ ઓઇલ પ્રતિ બેરલ ૮૫ ડોલરની આસપાસ છે અને શાંતિ ન સ્થપાઈ તો તેને હજી પણ આગેકૂચ કરતાં કોઈ રોકી નહી શકે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.