Western Times News

Gujarati News

BMCની મંજૂરી વગર લગાવ્યું હતું 250 ટન વજન ધરાવતું 120×120 ફૂટનું હોર્ડિંગઃ 14 મોત

BMCએ કહ્યું કે તે મહત્તમ 40×40 ચોરસ ફૂટની સાઈઝના હોર્ડિંગ્સને મંજૂરીઃ હોર્ડિંગ પડી ગયું તેની સાઈઝ 120×120 ચોરસ ફૂટ હતી

માલિક વિરુદ્ધ IPCની કલમ 304, 338, 337 હેઠળ કેસ દાખલ-મુંબઈમાં  ર્હોડિંગ પડતા ૧૦૦થી વધુ લોકો દબાયા-મુંબઈ એરપોર્ટ પરની કામગીરીને અસરઃ ૧૫થી વધુ ફ્લાઈટોને ડાયવર્ટ કરાઈ

(એજન્સી)મુંબઈ, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદ પડતાં જનજીવન ઉપર અસર પડી હતી. ખાસ કરીને મુંબઈમાં તોફાની પવન ફૂંકાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદનાં કારણે મુંબઈ એરપોર્ટ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને મોટાભાગની ફ્લાઈટોને ડાઈવર્ટ કરાઈ હતી. Ghatkopar hoarding owner Bhavesh Bhinde missing, phone switched off: Mumbai Police

મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લાગેલું એક હોર્ડિંગ સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે જોરદાર વાવાઝોડાને કારણે પડી ગયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક 14 થયો હતો. હોર્ડિંગ્સ પડતાં 74 લોકો ઘાયલ થયા છે. NDRFની 67 સભ્યોની ટીમે 78 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ  હોર્ડિગનું વજન 250 ટન હોવાનું કહેવાય છે. પંત નગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભીંડે અને અન્યો વિરુદ્ધ IPCની કલમ 304, 338, 337 હેઠળ કેસ નોંધીને તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત મેટ્રો રેલવેને પણ અસર પહોંચી હતી. દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલમાં ખરાબ હવામાનનો સામનો કરી રહ્યું છે. અહીં ઘાટકોપરના પંત નગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર મોટો અકસ્માત થયો હતો. અહીં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે એક મોટું ર્હોડિંગ અને શેડ ધરાશાયી થઇ ગયું હતું.

જેમાં ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યાની આશંકા સેવાઈ રહી છે જ્યારે અકસ્માતમાં ૩૫ લોકો ઘાયલ થયાના અહેવાલ છે જ્યારે ૧૦૦થી વધુ લોકો ફસાયેલા છે. તો બીજી તરફ ખરાબ હવામાનના કારણે ફ્‌લાઈટના સંચાલનને પણ અસર થઈ હતી. જેના કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે લગભગ ૬૬ મિનિટ સુધી ફ્‌લાઈટ્‌સનું સંચાલન બંધ કરી દીધું હતું.

મંજૂરી વિના હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું: BMC
આ ઘટના બાદ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર લગાવવામાં આવ્યું હતું. BMC અનુસાર, તે જગ્યાએ ચાર હોર્ડિંગ્સ હતાં અને તે તમામ ACP (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (રેલવે મુંબઈ) માટે મંજૂર કરવામાં આવ્યાં હતાં.

હોર્ડિંગ્સ લગાવતા પહેલાં એજન્સી/રેલવે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવી ન હતી. BMCએ હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી. નિવેદનમાં, BMCએ કહ્યું કે તે મહત્તમ 40×40 ચોરસ ફૂટની સાઈઝના હોર્ડિંગ્સને મંજૂરી આપે છે. જો કે, જે ગેરકાયદે હોર્ડિંગ પડી ગયું તેની સાઈઝ 120×120 ચોરસ ફૂટ હતી, એટલે કે આ હોર્ડિંગ 14400 ચોરસ ફૂટનું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.