ઘરની બહાર કે અંદર ઉધઈ થઈ જાય તો તે માટેના પ્રાકૃતિક ઉપાયો
ઉધઈ એક ‘સુન્શિયન્ટ’ — સંવેદના ધરવાતો અને ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવતો જીવ છે. ઈશ્વરે તેની રચના એક ખાસ કારણથી કરી છે તેવું તેમનું માનવું છે, પણ આ વર્ષે ઉધઈના સૈન્યે ઘરના ઘણાં બધાં અમૂલ્ય પુસ્તકોનો ખુરદો બોલાવી દે છે, સાથે ઘણી સાડીઓ, શાલ અને કિંમતી વસ્ત્રો પણ તેના સપાટામાં આવી ગયા. આ સૈન્યે ચૂપચાપ તેમના કબાટનું પાછળનું લાકડું કોરી નાખવાનું કામ પણ કરે છે.
સુંદર લાકડાનાં કબાટોનો નિકાલ કરી લોખંડના જરા પણ કળાત્મક નહીં તેવા કબાટોને શરણે જવું પડે છે. તેમના જૂના ઘરમાં ઉધઈપ્રૂફ થવા માટેનાં કોઈ પગલાં લેવાયાં નથી. આ ઘરમાં કોઈ ફાઉન્ડેશન લગાડાયું નથી. આખું વર્ષ ઘરને ઠંડુગાર કરી મૂકતો ભેજ રહ્યાં કરે છીે. ઉધઈઓને માટે આદર્શ એવું વાતાવરણ અહીં છે એટલે તેઓ ભીંતમાં ઘર બનાવ્યા કરે છે અને તેની સાથે સંઘર્ષ ચાલ્યા કરે છે.
ઉધઈથી કેરીના વાવેતરને બચાવવા વિશે વાંચવામાં આવ્યુ છે કે, ઉત્તર પ્રદેશમાં ઘણી કેરીની વાડીઓમાં હળદરના છોડ ઉગાડવામાં આવે છે. મને એમ હતું કે હળદરનું વાવેતર એ વધુ પૈસા રળવાનો એક ફળદ્રુપ નુસખો છે, પણ હવે ખબર પડી છે કે આ વાવેતરની પાછળ એક વધુ બુધ્ધિમાન હેતુ છે. — ભારતીય કૃષિના રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે હળદરથી ઉધઈ દૂર રહે છે અને તેથી ફળોની વાડીઓમાં હળદર જરૂર ઉગાડવી જાેઈએ.
બીજાે એક ગ્રામ્ય નુસખો તમને એક મિત્રે કહ્યો હતો કે તેઓ પોતાના ઘર કે ખેતરમાં છાણનો ઢગલો કરી રાખતા. ઉઘઈ થવાની હોય તો છાણમાં પહેલાં થાય. તેઓ છાણને તો બાળવાના જ હોય એટલે ઉધઈ પણ બળી જાય. કદી આવું જાેયું નથી, પણ આ રીતે મારી નાખવું એ ઉધઈને દૂર કરવાનો ચિરકાલીન ઉપાય ન હોઈ શકે.રાસાયણિક દ્રવ્યોથી ઉધઈને દૂર કરી શકાય, પણ આવાં દ્રવ્યો પણ ઉધઈને મારી નાખે છે અને જ્યાં છાંટીએ ત્યાં કદરૂપા ડાઘા પડે છે.
ઘણું સંશોધન કર્યા પછી ઉધઈથી બચવાના અહિંસક ઓર્ગેનિક ઉપાયો મળ્યા છે. સૌથી અસરકારક રસ્તો ઉધઈ થવા જ ન દેવાનો છે. તે થાય પછી જાગવું તે કરતાં તેને થવા જ ન દેવી, તે દરેક રીતે સારૂં છે. તે માટે લાકડાંને ઘરથી દૂર, ફળિયાના છેડે સંગ્રહવા, ઘરમાં તિરાડો પડી હોયતો સત્વરે પુરાવી દેવી, લાકડાના વરંડા પોલીસ કરાવતાં રહેવું,
ઘરની બહાર પણ તિરાડોને પૂરાવી દેવી, લાકડાંના વરંડા પોલિશ કરાવતા રહેવું, ઘરની બહાર પણ તિરાડોને પુરાવ્યા કરવી, માટી ભીની હોય ત્યારે ઉધઈ જલદી નજરે ચડે છે. ઓલ વેધર ગૂડ સીલર આવે છે. તે ભીના દેખાતા લાકડા પર લગાડવું જાેઈએ અથવા લાકડાંની સપાટી પર બોરિક એસિડવાળું પાણી લગાડવું.
ઘરની બહાર કે અંદર ઉધઈ જાય તો તે માટેના પ્રાકૃતિક ઉપાયો નીચે મુજબ છે ઃ
૧) ઉધઈ થોય તેની આજુબાજુ ડ્રીલથી કાણાં પાડી તેમાં નારંગીનું તેલ કે ડી-લીમોનીન પૂરવું. નારંગીનું તેલ થોડાં ઝુરી તત્વો ધરાવે છે. તેનાથી ઉધલ ચાલી જશે. આ તેલ નારંગીની છાલમાંથી કાઢવામાં આવે છે. અને પર્યાવરણને તેનાથી કશી હાનિ થતી નથી. તેનાથી ઉધઈનો નાશ થાય છે, પણ મનુષ્યો કે પ્રાણીઓ પર કોઈ ખરાબ અસર થતી નથી.
ર) ઘરને વ્યવસાયિક રીતે ‘હીટ ટ્રીટ’ અપાવવી. તેમાં ઘરનું તાપમાન ૧ર૦૦ ફેરનહીટ જેટલું ઉંચુ લઈ જવામાં આવે છે અને ૩૩ મિનિટ સુધી એ જ તાપમાન રહેવા દેવાય છે. નાનાં ઘર અને એપાર્ટમેન્ટમાં આ ઉપાય બહુ અસરકારક સાબિત થાય છે. જાે કે કોંક્રિટના અમુક પ્રકારોને ગરમી આપવા સરળ હોતી નથી.
૩) ઘરની આસપાસ એક નીક જેવું ખોદી તેમાં સપ્રમાણ આકારના પથ્થરો ભરી દેવાથી ઉધઈ આવતી નથી. તેના માર્ગમાં આવા પથ્થરો એક દિવાલ જેવું કામ કરે છે.
૪) બોરિક એસિડને પાણીમાં ઠાલવો અને તેને ઉધઈગ્રસ્ત જગ્યાઓ પણ લગાડો. વર્ષો સુધી ઉધઈ પાછી નહીં આવેે. ઉધઈની સંભાવનાવાળી જગ્યાએ આ દ્રાવણ લગાડવું. તે સુરક્ષાત્મક ઉપાય તરીકે સરળ અને ઉત્તમ છે.
પ) નાની જગ્યામાં ઉધઈ દેખાય ત્યારે ફિઝિંગ પ્રોસેસ પણ ઉપયોગી નીવડે છે. તેમાં પ્રવાહી નાઈટ્રોજન લઈ તેને ઉધઈગ્રસ્ત વિસ્તારો પર છાંટવાથી ઉધઈના દર થીજી જાય છે.
વનસ્પતિના ભાગ અથવા અમુક વનસ્પતિના છોડવા પણ અસરકારક હોય છે. સંબંધિત ભાગોતે પાઉડર બનાવી ઉકળતાં પાણીમાં કાઢો કરવામાં આવે છે. આ કાઢાને ઉધઈગ્રસ્ત ભાગો પર છાંટવામાં આવે છે. અમુક ઝેરી ફળોના રસ, માવો કે છાલને સીધા પણ ઉપયોગમાં લઈ શકાય છે.