રાધેના સેટ પર જેકી દિશા માટે ગાંઠિયા લઈ જતા હતા
મુંબઈ: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટનીની વચ્ચે લાંબા સમયથી રોમેન્ટિક રિલેશન હોવાની અટકળો કરવામાં આવી રહી છે. બંનેની વચ્ચે રિલેશનશિપને લઈ બી-ટાઇનમાં લાંબા સમયથી ચર્ચા છે. દિશા પટની અનેકવાર ટાઇગરની માતા આયશા અને બહેન કૃષ્ણા શ્રોફની સાથે સમય પસાર કરતાં જાેવા મળી છે. હાલમાં જ ટાઇગરના પિતા જેકી શ્રોફએ દિશાની સાથે પોતાના વર્કિંગ એક્સપીરિયન્સ વિશે વાત કરી. બંનેએ હાલમાં જ ‘રાધે’ મૂવીમાં સાથે કામ કર્યું હતું.
જેકીએ એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે, દિશાને ગાંઠિયા ખાવા ખૂબ જ પસંદ છે તેથી તેના માટે સેટ પર ખાસ ગાંઠિયા લઈને જતા હતા. જેકી શ્રોફે વાતચીત દરમિયાન પોતાના દીકરા ટાઇગર શ્રોફ અને રૂમર્ડ ગર્લફ્રેન્ડ દિશા પટનીની સાથે કામ કરવા વિશે જણાવ્યું. જેકીએ કહ્યું કે, દિશા રિયલમાં ખૂબ સિમ્પલ દેખાય છે, પરંતુ જ્યારે તે ડાન્સ કરે છે તો તે બિલકુલ કમાલની લાગે છે. તેના સોશિયલ મીડિયા પર અસંખ્ય ફોલોઅર્સ છે. મારા માટે આ બાળકો મારાથી ખૂબ જ આગળ છે. તેઓ અનુશાસિત છે
તેમની પાસે સ્ટ્રોંગ વર્ક એથિક્સ છે. જેકી શ્રોફ વધુમાં જણાવ્યું કે, હું મારા ફિલ્મની તમામ લીડિંગ લેડીનું સન્માન કરું છું. હું તે તમામ સાથે એક સમાન વ્યવહાર કરું છું, ભલે તે ન્યૂકમર હોય કે સીનિયર્સ હોય. આવા જ આદર સાથે મેં દિશા સાથે સેટની નૈતિકતા નિભાવી. પરંતુ હા, અમે સેટ પર અમારું ટિફિન શૅર કરતાં હતાં. તેને ગાંઠિયા ખાવા ખૂબ પસંદ છે
હું તેના માટે ખાસ ગાંઠિયા લઈને જતો હતો. આ પહેલા ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણાએ પણ પોતાના ભાઈના રિલેશનશિપ પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ પોતાના ર્નિણય લેવા માટે કોઇ પર ર્નિભર નથી. કૃષ્ણાએ કહ્યું કે, હું મારા ભાઈને લઈ ઘણી પ્રોટેક્ટિવ છું, પરંતુ તે એક એડલ્ટ છે અને પોતાના ર્નિણય જાતે લઈ શકે છે. તે જાણે છે કે તેના માટે શું યોગ્ય છે. મને લાગે છે કે હું મારા ભાઈને કોઈ સલાહ આપવી જાેઈએ.