Western Times News

Gujarati News

અભિનેત્રી સોનમ કપૂર લંડનથી ભારત પાછી ફરી

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર ગઈકાલે રાત્રે લંડનથી મુંબઈ પાછી ફરી છે. મુંબઈ એરપોર્ટ પર તેને લેવા માટે પિતા અનિલ કપૂર પહોંચ્યા હતા. સોનમ જેવી એરપોર્ટથી બહાર નીકળી પોતાના પિતાને જાેઈને ઈમોશનલ થઈ ગઈ. સોનમ અનિલ કપૂરને ભેટીને રડવા લાગી. સોનમ કપૂર અને અનિલ કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ત્યારપછી પિતા અને દીકરી પાર્કિંગ એરિયામાં પાર્ક થયેલી કારમાં બેસીને જતા રહે છે. સોનમ કપૂરના આ વીડિયોને માનવ મંગલાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં સોનમ હંમેશાની જેમ સ્ટાઈલિશ દેખાઈ રહી છે. સોનમે ગ્રે અને બ્લૂ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે. આ સિવાય તેણે બ્લૂ અને રેડ જેકેટ પણ પહેર્યું છે.

સોનમનો આ વીડિયો અને તસવીરો જાેઈને લોકો જાતજાતના અનુમાન લગાવી રહ્યા છે. ઘણાં યુઝર્સ કમેન્ટ સેક્શનમાં લખી રહ્યા છે કે, સોનમ પ્રેગનન્ટ હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર કોરોનાવાયરસ મહામારીને કારણે લાંબા સમયથી લંડનમાં હતી અને પતિ આનંદ સાથે રહેતી હતી. સોનમ કપૂર સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવતી રહેતી હતી તે તે ઈન્ડિયાને અને પોતાના પરિવારને કેટલા યાદ કરી રહી છે. આખરે હવે તે ભારત પાછી આવી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.