સોમાણી સિરામિક્સે ગાંધીધામ – કચ્છ વિસ્તાર ખાતે શોરૂમનું અનાવરણ કરવામાં આવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/SOMANI1-1024x494.jpg)
ગાંધીધામ, ભારતીય સિરામિક ઉદ્યોગના અગ્રણી એવા સોમાણી સિરામિક લિમિટેડ દ્વારા આજે ગાંધીધામ, કચ્છ ખાતે એના પ્રથમ સોમાણી એક્સકલુઝિવ શોરૂમ – સાંઘવી માર્બલ એન્ડ સેનિટેરીવેરનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ગાંધીધામ – કચ્છમાં સ્થિત આ શોરૂમનું ઉદ્ઘાટન સોમાણી સિરામિક્સ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ – સેલ્સ એન્ડ માર્કેટિંગ શ્રી રાહુલ શર્મા અને સેલ્સ એન્ડ માર્કેટિંગના જનરલ મેનેજર શ્રી નવેંત ગૌરહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
2900 ચો.ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલો આ શોરૂમ પોતાના ગ્રાહકોને સિરામિક દિવાલો અને ફ્લોર ટાઇલ્સ, પોલિશ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ, ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ અને ડિજિટલ ટાઇલ્સ સહિતના ઉત્પાદનોની ઝાકઝમાળ પૂરી પાડશે. આ શોરૂમ ખરેખર એક એવી જગ્યા હશે
જ્યાં આર્કિટેક્ટ્સ, બિલ્ડરો, ડેવેલપર્સ અને ગ્રાહકો મુલાકાત લેવાની મજા માણશે. આ શોરૂમમાં તેઓને હોઉસ ઓફ સોમાણીમાંથી બાહર આવતી નવીનતમ, દુર્લભ અને મોડર્ન ઉત્પાદનો વિષયે સતત માહિતી મળશે.
લોકાર્પણ પ્રસંગે શ્રી રાહુલ શર્મા (વાઇસ પ્રેસિડેન્ટ , સેલ્સ એન્ડ માર્કેટિંગ, સોમેની સિરામિક્સ લિ.) એ જણાવ્યું હતું કે, “સોમાણી એક્સક્લુઝિવ શોરૂમ ને કચ્છના ગાંધીધામ ખાતે લાવી અમને ખૂબ આનંદ થાય છે. આ લોકાર્પણ સાથે અમે હવે અમારા સમર્થકો સાથે વધુ કનેક્ટેડ થઇ શકીશું.
અમે ભવિષ્યમાં અમારી બજારની હાજરીને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ શોરૂમ ગાંધીધામ ખાતે અમારો પ્રથમ શોરૂમ છે. આ લોન્ચિંગ સાથે અમે વળાંકથી આગળ હોવાના અને અમારા માનવંતા ગ્રાહકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ભવિષ્યના અમારા ફિલોસોફી ને પુનરાવર્તન કરી રહ્યા છીએ.”
રોગચાળો હોવા છતાં, સોમાણી સિરામિક્સે બજારની અપેક્ષાઓને આગળ ધપાવી છે અને તે આખા વર્ષ દરમિયાન તેના ગ્રાહક ટચ પોઇન્ટ્સનું વિસ્તરણ કરવાનું યોજનાને ચાલુ રાખશે.
આક્રમક રિટેલ અને માર્કેટિંગ વ્યૂહરચનાને પગલે, સોમાણી સિરામિક્સએ સલમાન ખાનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે અને સલમાન સાથે એક જાહેરાત ઝુંબેશનો પણ શરૂઆત કરી છે. આ બ્રાન્ડ ઝુંબેશ સોમાણી જૂથનો નમ્ર અને સરળ અભિગમ “ઝમીન સે જુડ઼ે” ટેગલાઇનને દર્શાવે છે.
તદુપરાંત સલમાનનું વ્યક્તિત્વ, આ ઝુંબેશના સારને આગળ લાવવામાં મદદ કરે છે, જે છે, ‘કે તમે ગમે તેટલું ઊંચું ઉડાન ભરો અથવા તમે જીવનમાં જેટલા ભી સફળ બન્યા છો, તો પણ તમને હંમેશા ઝમીન સાથે જોડાયલો અને પોતાને માટે સાચું રહેવું જોઈએ. ‘