Western Times News

Gujarati News

૨૦૧૬ની ઘટનામા હળવદ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

હળવદના નવા માલણીયાદમા અભદ્ર માંગણી કરનાર આરોપીને ૩૩ માસની કેદ સાથે રોકડ દંડ

(જીજ્ઞેશ રાવલ દ્રારા)હળવદ,: હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે વર્ષ ૨૦૧૬મા આરોપીએ ફરિયાદી બેન ઘેર એકલા હોય ઘરમા ગેરકાયદેસર પ્રવેશી એકલતાનો લાભ લઈ ફરિયાદી પાસે બિભત્સ માંગણી કરવાના કેસમા હળવદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમા હળવદ કોર્ટે આ કેસના આરોપીને બે વર્ષ અને નવ માસની કેદની સજા અને રૂપિયા વીસ હજાર પાંચસોનો દંડ ફટકાર્યો છે.આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા

એક બહેન પાસે તા.૦૯/૦૬/૨૦૧૬ના રોજ આ જ ગામે રહેતા મુકેશભાઈ લાલજીભાઈ પરમારે ફરિયાદી બેન ઘેર એકલા હોય ફરિયાદીના ઘરમા ગેરકાયદેસર પ્રવેશી એકલતાનો લાભ લઈ ફરિયાદી પાસે બિભત્સ માંગણી કરેલ જે બનાવની ફરિયાદ જે તે સમયે ફરિયાદી બેને આરોપી મુકેશભાઈ લાલજીભાઈ પરમાર વિરૂધ્ધ હળવદ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન આ બિભત્સ માંગણી કરવા અંગેનો કેસ

આજે શ્રી આર.એમ.કલોત્રા સાહેબ, એડી.ચીફ.જ્યુડી.મેજી. સાહેબની કોર્ટમા ચાલી જતા સરકારી વકીલ શ્રી એ.પી.માલવણીયાની ધારદાર દલીલો અને ફરિયાદી પક્ષે રજૂ થયેલા ૧૦ મૌખિક અને ૨ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આ કેસમા આરોપી મુકેશભાઈ લાલજીભાઈ પરમારને દોષિત ઠેરવી બે વર્ષ અને નવ માસની કેદની સજા તેમજ રૂપિયા વીસ હજાર પાંચસોનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાથી રૂપિયા પંદર હજાર માનસિક યાતના અને તકલીફ બદલ વળતર પેટે ફરિયાદી બેનને ચૂકવવાનો હુકમ આપ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.